ફેટી લીવરના દર્દીઓમાં તમામ એવા દર્દીઓ લેવામાં આવ્યા હતા કે જેને આલ્કોહોલ ડાયાલિસિસ હિપેટાઈટીસ બી અને મેદસ્વીતા પણ હતી. આ પરીક્ષામાં છથી અઢાર મહિનાનો સમય લાગ્યો અને તમામ પ્રકારના દર્દીઓ પરના પરિણામ ખૂબ જ સકાતરમક આવ્યા હતા.
લિવર સિરોસીસની સારવાર માટે ગુજરાત યુનિ.ના પ્રોફેસરોએ 'લિવની' નામની દવા તૈયાર કરી - ahemdabad news
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના ફેકલ્ટી અને લાઇફ સાયન્સ વિભાગે પ્રિસ્ટેજ લીવર સીરોસીસ જેમાં હેપી હિપેટાઇટિસ-બી, ડાયાબિટીસ ફેટી લીવરની બીમારીનો સમનો કરી રહેલા દર્દીઓને સતત 90 દિવસ સુધી લિવની નામની વનસ્પતિ દવા આપતા તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
ભારતમાં દર વર્ષે લીવર સીરોસીસ આશરે દસ લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે. બીમારીઓથી મૃત્યુ પામવાના કિસ્સામાં આ બીમારી દસમા ક્રમે છે. એડવાન્સ સ્તરે થયેલા લીવર સીરોસીસનો એકમાત્ર વિકલ્પ લિવર ટ્રાન્સપ્લાન્ટ છે, જો કે, આ ખૂબ ખર્ચાળ હોવાથી 75 ટકા લોકો ખર્ચ કરી શકતા નથી. હિપેટાઇટિસ બી અને સી, અને નોન ફેટી લીવરની બીમારીને લીધે લીવર સીરોસીસની ગંભીર બીમારી થાય છે.
ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી પ્રોફેસર ડો રાકેશ રાવલ અને પ્રોફેસર અક્ષય સેવકે આયુર્વેદિક અને વનસ્પતિથી દવા તૈયાર કરી હતી. જેને લિવની નામ આપવામાં આવ્યું છે.લીવની દવાથી લીવર ડેમેજ થતા અટકાવી શકાય છે અને કેટલાક દર્દીઓ પર સતત 90 દિવસ આયુર્વેદિક દવા અપતા સકારતકમ પરિણામ જોવા મળી રહ્યા છે.