ગુજરાત

gujarat

By

Published : Feb 14, 2020, 5:56 PM IST

ETV Bharat / state

'કેમ છો ટ્રમ્પ': અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત 22 કિમી લાંબો રોડ શો યોજાશે

અમેરીકાના પ્રેસિડેન્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું કે, 22 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. આ અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત હશે.

amd
અમદાવાદ

અમદાવાદ : AMC દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે દરેક ધર્મના અનુયાયીઓ સંસ્થાના પ્રમુખ અને અધ્યક્ષ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 300થી વધુ સંસ્થાઓ આ રોડ શોમાં જોડાવાની છે. કદાચ આ સંખ્યા વધી પણ શકે તેમ બ્રીજલ પટેલનું નિવેદન છે.

કેમ છો ટ્રમ્પ: અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત 22 કિમી લાંબો રોડ શો યોજાશે

આ રોડ શોમાં તેઓ વેશભૂષા સાથે આવે તેવી શક્યતાઓ છે. આ રોડ શો ઇતિહાસનો સૌથી લાંબો રોડ શો હશે. તેમજ જુદા જુદા પ્રાંતના લોકો પણ તેમના પારંપરિક વેશભૂષા સાથે જોડાશે. આ રૂટ એરપોર્ટથી ગાંધી આશ્રમ લઈને ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધીનો રહેશે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાઈ શકે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details