અમદાવાદ : રેવ પાર્ટી કરવા ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપીઓ અમદાવાદમાં ઘરફોડ ચોરી કરે તે પહેલાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલી ગેંગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ ગુના આચર્યા છે. આ ટોળકી ધોળે દિવસે બંધ મકાનોને ટાર્ગેટ કરતી હતી.
રાજ્યોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ :આ મામલે ક્રાઈમ બ્રાન્ચે સમીર ઉર્ફે કાસીમ શેખ, સમદ ઉર્ફે અલી શેખ, દાનીશ પીટર અને સમીર ઉર્ફે ઈશુ પઠાણની કાગડાપીઠથી ધરપકડ કરી છે. દિલ્હીની આ ગેંગે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરીને આંતક મચાવ્યો હતો. અમદાવાદમાં પણ સોલા, ઘાટલોડિયા, વાડજ, શાહીબાગ, ખોખરા અને મણિનગર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી એક ટુ વ્હિલર, બે ફોર વ્હિલર કાર, અમેરિકન ડોલર અને ઘરફોડ ચોરી માટેના સાધનો સહિત રૂપિયા 12.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
19 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હા આચર્યા હોવાનો ખુલાસો થયો : પકડાયેલી ગેંગના આરોપીઓ મૂળ દિલ્હીના રહેવાસી છે, તેઓની વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અમદાવાદમાં 40 થી વધુ ગુના નોંધાયા છે. આ ગેંગ પહેલા વાહન ચોરી કરતી હતી અને ચોરીના ફોર વ્હીલરથી દિલ્હીથી અલગ અલગ રાજ્યમાં ચોરી કરવા જતાં હતાં. જ્યાં ચોરીના વાહનથી જુદા જુદા વિસ્તારમાં રેકી કરતા હતા અને ત્યાર ધોળે દિવસે બંધ મકાનો ટાર્ગેટ કરીને દિવસ દરમિયાન મકાનમાં પોતાના પાસે રહેલા સાધનો વડે તાળું તોડીને ઘરફોડ ચોરીના ગુનાને અજામ આપતા હતા. ક્રાઇમ બ્રાંચની તપાસમાં છેલ્લા 6 મહિનામાં આરોપીઓ 19 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હા આચર્યા હોવાનો ખુલાસો થયો છે. આ આરોપીઓ અગાઉ દિલ્હીમાં પાંચ ગુન્હામાં, મધ્યપ્રદેશના ગવાલીયામાં 10 ઘરફોડ ચોરીના ગુન્હામાં, હરિયાણામાં 5 ગુન્હમાં ધરપકડ થઈ ચૂકી છે.