ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ફોરેન્સીક સાઈન્સ યુનીવર્સિટીને પ્રવેશ પ્રક્રિયા મામલે આપેલ આદેશનું પાલન થતાં કન્ટેમ્ટ નોટીસ ઈસ્યુ કરી છે. સાથે સાથે ચીફ સેક્રેટરી સ્ટેટ ઓફ ગુજરાત, મેમ્બર સેક્રેટરી ACPC ને પણ નોટીસ પાઠવવામાં આવી છે. ગત વર્ષે 2 ઓગસ્ટ 2018ના રોજ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો હતો. જેમાં કહ્યું હતું કે, GFSU પોતાના કોર્સીસ એમટેક, MBA અને એમફાર્મના કોર્સ માટે જાતે પ્રવેશ પ્રક્રિયા કરી ન શકે એના માટે તેણે ACPC ને એપ્રોચ કરવાનો હોય છે.
એડમિશન મુદ્દે GFSU વિરૂદ્ધ કન્ટેમ્પટમાં હાઈકોર્ટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાતને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો - Addmision
અમદાવાદ: હાઈકોર્ટની ડબલ બેન્ચનો ચુકાદો હોવા છતાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ નિયમો અને કોર્ટના આદેશનું અનાદર કરી જાતે એડમિશન પ્રક્રિયા શરૂ કરતા કન્ટેમ્પટ પીટીશન દાખલ કરી છે. ત્યારે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, ACPCના સભ્યોને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી અગામી બીજી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
તેમ છતાં GFSU દ્વારા ACPC ને એપ્રોચ કર્યા વગર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતા કન્ટેમ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં બુધવારના રોજ ગુજરાત હાઈકોર્ટે નોટીસ ઈસ્યુ કરી ચીફ સેક્રેટરી સ્ટેટ ઓફ ગુજરાત, મેમ્બર સેક્રેટરી ACPC અને ગુજરાત ફોરન્સીક યુનીવર્સિટી રજીસ્ટ્રાર પાસે ખુલાસો માંગ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
આ મુદ્દે વાતચીત કરતા અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું હતું કે, GFSU દ્વારા ACPC ના નિયમોનુસાર નહી પણ જાતે જ પ્રવેશ પ્રક્રીયા હાથ ધરતા પહેલા એમને કન્ટેમ્પ નોટીસ પાઠવી હતી. તેમાં રુજુઆત એ હતી કે, સેન્ટર ઓફ એક્સેલેન્સ મેળવવા માટેના જે રુલ્સ છે. તેને ફોલો ન કરતા અને તેમના તરફથી કોઈ જવાબ નહી મળતા કન્ટેમ્પટ પીટીશન કરી છે જેમાં હાઈકોર્ટે નોટીસ ઈસ્યુ કરી છે.