ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મનપાનું ઉમદા કાર્યઃ ઘરવિહોણાં લોકોને અપાઈ રહ્યાં છે ફૂડ પેકેટ્સ - અમદાવાદ

લૉક ડાઉનની સ્થિતિ વચ્ચે પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘરવિહોણાં લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ મનપાનું ઉમદા કાર્યઃ ઘરવિહોણાં લોકોને અપાઈ રહ્યાં છે ફૂડ પેકેટ્સ
અમદાવાદ મનપાનું ઉમદા કાર્યઃ ઘરવિહોણાં લોકોને અપાઈ રહ્યાં છે ફૂડ પેકેટ્સ

By

Published : Mar 24, 2020, 7:01 PM IST

અમદાવાદ:કોરોના વાઈરસના વધી રહેલાં કેસોને લઇને રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતમાં પણ 33 કેસો નોંધાયા છે ત્યારે ઘરવિહોણા લોકોને ખાવાપીવા માટેની મુશ્કેલી થઈ રહી છે. આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમના વહારે આવ્યું છે.

ઘરવિહોણાં લોકોને અપાઈ રહ્યાં છે ફૂડ પેકેટ્સ
આ લોકો રોજ કમાઇને રોજ ખાનારા વર્ગના છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ હોવાને લીધે તેમને ખાવાપીવાનું મળી રહેતું નથી. જેના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details