અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક વધીને 2 થયો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે 26મી માર્ચથી આગામી આદેશ સુધી હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કર્યો છે.
કોરોનાને પગલે હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ
રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક વધીને 2 થયો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે 26મી માર્ચથી આગામી આદેશ સુધી હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કર્યો છે.
અમદાવાદની સીટી-સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, સહિત રાજ્યની તમામ પ્રકારની કોર્ટને બંધ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે 23મી માર્ચથી અત્યંત મહત્વપૂર્ણ કેસની વીડિયો કોન્ફ્રન્સ મારફતે સુનાવણી કરશે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિ વચ્ચે હાઇકોર્ટમાં જજ, વકીલ અને અન્ય સ્ટાફ વધુ સંખ્યામાં એકત્ર ન થાય તેના માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 23મી માર્ચ ફિઝિકલ સ્વરૂપમમાં કોઈ પિટિશન દાખલ કરવામાં આવશે નહિ.
કોરોનાને લીધે ગુજરાત હાઈકોર્ટે અગાઉ 31મી માર્ચ સુધી અરજન્ટ કેસની જ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. જોકે, રાજ્યમાં બીમારીની પરિસ્થિતિ વધું વિકટ બનતા હવે પિટિશનની સોફ્ટ કોપી ઈમેલ કે અન્ય મારફતે આપી શકશે અને દલીલો વીડિયો કોન્ફરન્સ મારફતે થશે. જજ પોતાની ચેમ્બરમાં બેસીને કેસને સાંભળશે. હાઇકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ 23મી માર્ચે લિસ્ટ થયેલી મેટરને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત દ્વારા નક્કી કરાયેલી ડિવિઝન કે સિંગલ જજ સમક્ષ મુકાશે. સ્થિતિ સામાન્ય ન થાય અથવા 31મી માર્ચ સુધી અત્યંત અરજન્ટ કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સ થશે.