ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 8માં નેશનલ બુક ફેરનો પ્રારંભ: તરતી બોટિંગ લાઇબ્રેરી આ વખતનું નવું નજરાણું - ગાંધીજીના પુસ્તક

અમદાવાદ : પુસ્તકો નિસ્વાર્થ ભાવે માનવીના જીવન મિત્ર બની રહે છે. મિત્રો સ્વાર્થી હોઈ શકે પરંતુ પુસ્તક માનવીને હર હંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને બીજા આપવા સાથે માનવ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે.આજના સોશિયલ મીડિયા ઈ-બુક્સ અને ઈન્ટરનેટના યુગમાં પુસ્તકોનો સાથ ન તૂટવો જોઈએ.

etv bharat ahmedabad

By

Published : Nov 15, 2019, 2:25 AM IST

Updated : Nov 15, 2019, 9:27 AM IST

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 63 કરોડના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીલેવલ પાર્કિંગ ફાયર સ્ટેશન અને ફાયર કર્મચારીઓ માટેના સ્પોર્ટસનું ડિજીટલી ખાતમુહુર્ત કર્યું તે સાથે સ્લમ વિસ્તારના નાગરિકોને આરોગ્ય સેવા માટે રૂપિયા ૮૪.40 લાખના ખર્ચની 5 મોબાઇલ મેડિકલ વાનનું પ્રસ્થાન કરાવ્યું.

આ પ્રસંગે અમદાવાદનાં મેયર પટેલે જણાવ્યું કે પુસ્તક જ જ્ઞાનનો ફેલાવો કરી શકે છે. પુસ્તક તમારી પાસે હોય તો તમે એકલતા અનુભવી શકતા નથી પુસ્તક શાંતિ અને શાતા આપે છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા પાણી રસ્તા ગટર જેવી મૂળભૂત સેવાઓ ઉપરાંત પરિવહન સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ સાથે પુસ્તકમેળા જેવી સેવાઓ નગરજનોને પૂરી પાડે છે.

મુખ્યપ્રધાન એ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ કવિ સંમેલન સાહિત્ય ગોષ્ઠિ જેવા ઉપક્રમો થી હોલિસ્ટિક લિટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળે તેવી આશા વ્યક્ત કરી હતી વધારેમાં જણાવ્યું કે ગાંધીજીએ રસ્કિન આ પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી આમ પુસ્તકો જ માનવીની પ્રગતિ માટે પ્રેરણારૂપ બની રહે છે.

અમદાવાદમાં 8માં નેશનલ બુક ફેર નો પ્રારંભ

મુખ્યપ્રધાનની આ અવસરે ફ્લોટિંગ લાઇબ્રેરી નું નવું નજરાણું શહેરીજનોને ભેટ ધર્યું હતું જેના દ્વારા શહેરના નાગરિકો રિવરફ્રન્ટની આહલાદકતા વચ્ચે પુસ્તક વાંચવાનો આનંદ ઉઠાવી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલ કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટ શહેરમાં કાર્બન ઉત્સર્જન માં ઘટાડાનો રોડમેપ તૈયાર થવા સાથે અમદાવાદ રહેવા અને માણવા લાયક શહેર બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાને ધરાવ્યો હતો

Last Updated : Nov 15, 2019, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details