ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં એરપોર્ટ પર લાગ્યા ભારત અને અમેરિકાના રાષ્ટ્ર ધ્વજ સાથે જ નમસ્તનું પેંટિંગ

અમેરિકી પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગતની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. સ્વાગતની તૈયારીઓ માટે જ અમદાવાદ એરપોર્ટ પર અમેરિકા અને ભારતના રાષ્ટ્ર ધ્વજ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ દીવાલ પર નમસ્તેના ચિહ્નનું પેંટિંગ પણ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર લાગ્યા ભારત અને અમેરિકાના રાષ્ટ્ર ધ્વજ સાથે જ નમસ્તનું પેંટિંગ
એરપોર્ટ પર લાગ્યા ભારત અને અમેરિકાના રાષ્ટ્ર ધ્વજ સાથે જ નમસ્તનું પેંટિંગ

By

Published : Feb 22, 2020, 3:18 PM IST

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાં પ્રમુખ ટ્રમ્પનું જોરશોરથી સ્વાગત કરવામાં આવશે અને એરપોર્ટ પરથી શરૂ કરીને સમગ્ર રોડ શૉના રુટ પર સાંસ્કૃતિક કાર્યકમ યોજાશે, ત્યારે એરપોર્ટના ગેટની બહાર પણ ટ્રમ્પના સ્વાગત માટે ભારત અને અમેરિકાના રસ્તે ધ્વજ એક બાદ એક લગાવવામાં આવ્યા છે. જેને લઇ આ બંને દેશો વચ્ચેની મૈત્રીની નિશાની બતાવશે.

એરપોર્ટ પર લાગ્યા ભારત અને અમેરિકાના રાષ્ટ્ર ધ્વજ સાથે જ નમસ્તનું પેંટિંગ
આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મહેમાનના સ્વાગત માટે નમસ્તે કહેવામાં આવે છે. જેને લઈને એરપોર્ટ બહારની દિવાલો પર નમસ્તેની નિશાની કરવામાં આવી છે. નમસ્તે દ્વારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરીને તેમને આવકારવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details