ગુજરાત

gujarat

ETV Bharat / state

LG હોસ્પિટલના વધુ 4 ડોકટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે દિવસ-રાત ફરજ બજાવતા સ્વાસ્થકર્મીઓ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યાં છે. હવે LG હોસ્પિટલના અન્ય 4 ડોક્ટર્સ અને 1 નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

By

Published : Apr 17, 2020, 11:56 AM IST

એલજી હોસ્પિટલના વધુ ૪ ડોકટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
five-more-corona-positive-in-ahmedabads-lg-hospital

અમદાવાદઃ કોરોના કેસોમા સતત વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે કોરોના સામે દિવસ-રાત ફરજ બજાવતા સ્વાસ્થકર્મીઓ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે. ગુરૂવારે એલજી હોસ્પિટલના બે ડોક્ટર તેમજ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 5 કર્મચારીઓ અને મહાનગરપાલિકાના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો એલજી હોસ્પિટલમાં નવા પાંચ કેસ પોઝિટીવ આવતા હડકપ મચી છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટર અને નર્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેમજ એ ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડૉક્ટરો અને એક નર્સનો રિપોર્ટ પોઝોટિવ આવ્યો છે.
ગઈકાલે એલજી હોસ્પિટલમાંથી લેવામા આવેલા ૧૦૦ સેમ્પલમાંથી 5 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તો હજુ ૫૦ સેમ્પલના રીપોર્ટ આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details