ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5 તળાવ બ્યુટીફીકેશન માટે સોંપ્યાં

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે વેજલપુર તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.

ahmedabad
અમદાવાદ

By

Published : Jul 4, 2020, 11:31 AM IST

મુખ્યપ્રધાને તળાવના વિકાસ માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ AMCને પાંચ તળાવો બ્યુટીફીકેશન માટે સોંપ્યા

વેજલપુર તળાવ અમદાવાદ AMCને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા વેજલપૂર તાલુકાના સર્વે નં. 783માં આવેલી 32072 ચો.મી. ક્ષેત્રફળનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે. સિટી બ્યૂટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે.

અત્રે નોંધનીય છે કે, મુખ્યપ્રધાને આ અગાઉ માર્ચ-2020માં 4 તળાવો તથા જૂન મહિનામાં 1 તળાવ એમ કુલ પાંચ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે.

મુખ્યપ્રધાનના નિર્ણય અનુસાર રાજ્ય સરકારે જે પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે. તેમાં વટવાના સર્વે નંબર 907 પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર 251 પરનું સરકારી તળાવ, ગોતામાં સર્વે નંબર 1 પરનું ગામ તળાવ, શીલજમાં બ્લોક નં.86 પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. 1 માં આવેલા 37194 ચો.મી.ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details