ગુજરાત

gujarat

ETV Bharat / state

World Cup Match in Ahmedabad : ભાજપની 800 મહિલાઓને વર્લ્ડ કપ મેચની કોમ્પ્લિમેન્ટરી ટિકીટ, જૂઓ કેવા શુભેચ્છા પત્ર સાથે મળી ભેટ

આજે વિશ્વ કપની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચની શરૂઆત થઈ રહી છે. વિશ્વ કપની મેચ અમદાવાદમાં ટોટલ પાંચ મેચો રમવાની છે ત્યારે ભાજપ દ્વારા મહિલાઓને ટિકિટ આપવાની વાત સામે આવી હતી. પ્રથમ મેચમાં નારણપુરા વિધાનસભા વિસ્તારમાંથી 20 જેટલી મહિલાઓ મેચ જોવા આવી હતી.

World Cup Match in Ahmedabad : ભાજપની 800 મહિલાઓને વર્લ્ડ કપ મેચની કોમ્પ્લિમેન્ટરી ટિકીટ, જૂઓ કેવા શુભેચ્છા પત્ર સાથે મળી ભેટ
World Cup Match in Ahmedabad : ભાજપની 800 મહિલાઓને વર્લ્ડ કપ મેચની કોમ્પ્લિમેન્ટરી ટિકીટ, જૂઓ કેવા શુભેચ્છા પત્ર સાથે મળી ભેટ

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 2:17 PM IST

800 જેટલી ટિકીટ કોમ્પ્લિમેન્ટરી અપાઇ

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિધાનસભા વિસ્તારમાંથી આવેલ 20 મહિલાઓએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે રીતે લોકસભા અને રાજ્યસભામાં 33 ટકા મહિલા અનામત આપવાની જાહેરાત કરી છે. ત્યારે ક્રિકેટ મેચમાં પણ અમને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ પ્રાપ્ત થઈ છે, સાથે જ ટિકિટ મળવાની સાથે હવે અમે મહિલાઓ પણ રસોડાથી સ્ટેડિયમ સુધી પહોંચી શક્યા છીએ, પહેલા ફક્ત પુરુષો જ મેચ જોવા આવતા હતાં ત્યારે હવે અમે મહિલાઓ પણ એક સાથે ભેગા થઈને મેચ જોવા આવ્યા છીએ.

800 ટિકીટ આપવામાં આવી : ગાંધીનગર લોકસભા વિસ્તારની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો લોકસભા વિસ્તાર છે. ત્યારે 800 જેટલી ટિકિટ કોમ્પ્લિમેન્ટરી ટિકીટ તરીકે આપવામાં આવી છે. તમામ મહિલાઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતાં જેમાંથી 20 મહિલા ટિકીટધારકો સાથે ઈટીવી ભારતે વાતચીત કરી હ.તી ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના શુભેચ્છાપત્ર સાથે એક એન્વાયેલપમાં મહિલાઓને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી હતી.

પીએમ મોદી અને અમિત શાહે આપી શુભેચ્છાઓ : વર્લ્ડ કપની શુભેચ્છા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા અમિત શાહે શુભેચ્છા આપી હતી. જેમાં જણાવાયું છે કે દેશ વિવિધ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય આયોજન દ્વારા સિદ્ધિના શિખરો પ્રાપ્ત કરી રહેલ છે તાજેતરમાં યોજાયેલ સમગ્ર વિશ્વમાં દરેક ભારતીયને ગૌરવ અપાવનાર G20 સમિટના આયોજનથી આપ સૌ વાકેફ છો અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડ કપનું ભવ્ય આયોજન પણ ભારતમાં થઈ રહેલ છે જેનો શુભારંભનો સુવર્ણ અવસર અમદાવાદને પ્રાપ્ત થયો છે ત્યારે આગામી 5 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડ કપ મેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આપનો આવો જ સાથ અને સહકાર હરહંમેશા મળતો રહે તેવી અપેક્ષા સાથે જ શુભેચ્છા પત્ર સાથેની કોમ્પ્લિમેન્ટરી ટિકિટ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details