મોરબીઝુલતા પુલની દુર્ઘટનામાં (morbi bridge collapse) મૃત્યુઆંક 141એ પહોંચ્યા છે. અને હજુ 2 વ્યક્તિ લાપત્તા છે અને હજુ પણ આ આંકડાઓવધી શકે છે. ગઈકાલે સાંજના આ દુર્ઘટના ઘટી હતી અને મચ્છુ નદીનો (Machchhu River Morbi) કાંઠો મૃતકના પરિવારજનોના આક્રંદ સાથે ગુંજી ઉઠ્યો હતો. ત્યારે આજે મોરબી કલેક્ટર કચેરી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, રવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા, દેવા માલમ, ઋષિકેશ પટેલ, મોહન કુંડારીયા સહિતના રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની બેઠક શરૂ થઈ છે. ત્યારે આ ઘટનાને 24 કલાક થયા પહેલા સરકાર મૃતકો અને ઈજાગ્રસ્તોના ખાતામાં સહાયની રકમ જમા (Assistance in accounts of the dead) કરી દેશે. આવું ઈતિહાસમાંપહેલીવાર બની રહ્યું છે.
સહાયની રકમ જમા- આજે મોટાભાગના મૃતકના પરિવારજનોના ખાતામાં સરકારે જાહેર કરેલી સહાયની રકમ જમા કરવામાં આવશે. આજની બેઠકમાં આર એન્ડ બીના સંદિપ વસાવા, IAS રાજકુમાર બેનીવાલ, IPS સુભાષ ત્રિવેદી, મુખ્ય ઇજનેર કે.એમ. પટેલ. ડો. ગોપાલ ટાંક સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે. નોંધનીય છે કે મોરબી કલેક્ટર કચેરીમાં ડ્રિપ ટ્રેકર મશીન મંગાવવા આવ્યું છે. . અતિ આધુનિક સિસ્ટમથી આ મશીન બનાવવામાં આવ્યું. જેના માધ્ય્મથી નદીના ઊંડા પાણી કે કાદવમાંથી આ મશીન મૃતદેહ શોધી કાઢશે. અધિકારીઓએ મશીન વિશે માહિતી મેળવી.