ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો સૌપ્રથમ ગુનો નોંધાયો - gujaratinews

અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે. જેમાં આરોપીએ એક સગીરાનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

અમદાવાદ

By

Published : May 8, 2019, 4:49 PM IST

પ્રાપ્ત વિગત પ્રમાણે, અમદાવાદમાં એક રાજસ્થાની શખ્સે પોતાના પારિવારિક ઝઘડાનો બદલો લેવા માટે સગીરવયની યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. બાદમાં સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમે કેસની તપાસ હાથ ધરી હતી.

ગુજરાતમાં સૌપ્રથમ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગુનો નોંધાયો

સાઇબર ક્રાઇમે આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ફરિયાદ નોંધાઇ છે. સાયબર ક્રાઈમે આ અંગે આરોપી વિરુદ્ધ આઇટી એકટ 66 બી, 66 ઈ, 67 ,67 એ ,67 ડી હેઠળ ગુનો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details