- કરોડોની વ્હેલ એમ્બરગ્રીસ( Whale ambergris )સાથે 3 આરોપીઓ ઝડપાયા
- ભારતનો 3જો સૌથી મોટો કેસ માત્ર 2 પોલીસ કર્મીની સજાગતાથી ઉકેલાયો
- આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે 7 કરોડ રુપિયા
અમદાવાદ : આનંદનગર પોલીસ દ્વારા 3 આરોપી સુમેર સોની, ખાલિદ ઓફિ અને શરીફ છીડાને શુક્રવારની મોડી રાત્રે પ્રહલાદનગર દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી વ્હેલ માછલીની વોમીટ એટલે કે વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris ) મળી આવ્યું હતુ. આ વ્હેલ એમ્બરગ્રીસને FSL તથા ફોરેસ્ટ વિભાગ પાસે ખાતરી કરાવીને વ્હેલ એમ્બરગ્રીસ( Whale ambergris )નો 5 કિલો 350 ગ્રામનો જથ્થો કબ્જે કરાયો છે.
આ પણ વાંચો -ઇન્દોરમાં DRIની ટીમે સોનાની દાણચોરી કરતા દાણચોરોની કરી ધરપકડ
ખાલિદ અને શરિફ નામના બન્ને આરોપી કે ભાવનગર અને કેશોદના રહેવાસી
આ વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris )ની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંત 7 કરોડથી વધુની થાય છે. આ ઉપરાંત પોલીસે ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યુ કે, ખાલિદ અને શરિફ નામના બન્ને આરોપી કે ભાવનગર અને કેશોદના રહેવાસી છે. તેમને આ વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris ) લાવ્યા હતા અને રાજસ્થાનના વતની સુમેરની મદદથી તેનુ વેચાણ કરવાના હતા.
રાજ્યમાં વ્હેલ એમ્બરગ્રીસની તસ્કરીનો સૌપ્રથમ ગુનો નોંધાયો આ પણ વાંચો -વાપીમાં 16 કિલો ગાંજા સાથે 4 ઇસમોની ધરપકડ, SOG એ કુલ 11.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદમાં વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris )નો સોદો પૂરો થાય તે પહેલા જ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુમેર શાકભાજીના ટ્રેડિંગનુ કામ કરે છે. આ ઉપરાંત ખાલિદ અને શરીફ છૂટક મજૂરી કરે છે. જેથી આ 3માંથી એક પણ આરોપી દરિયાઈ કામ સાથે સંકળાયેલો નથી. જે કારણે વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris )વેચનારા અને ખરીદનારા બન્ને આરોપીઓ અલગ અલગ છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે 7 કરોડ રુપિયા આ પણ વાંચો -કચ્છનો આંતરરાષ્ટ્રીય જળકાંઠો દાણચોરી માટે બન્યો સોફ્ટ ટાર્ગેટ...
બન્ને પોલીસકર્મીને DCP દ્વારા ઈનામ આપીને બીરદાવવામાં આવ્યા
આનંદનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અરવિંદ ઝાલા અને ગોપાલ આયરની માહિતીના આધારે 7 કરોડથી વધુની કિંમતનુ વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris ) પોલીસ કબ્જે કરી શક્યું છે. આ કેસની તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો થઇ શકે છે. જેથી બન્ને પોલીસકર્મીને DCP દ્વારા ઈનામ આપીને બીરદાવવામાં આવ્યા છે. આ સાથે જ વ્હેલ એમ્બરગ્રીસ ( Whale ambergris )ના આંતરાષ્ટ્રીય રેકેટના અન્ય સુત્રધારોને ઝડપી લેવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભારતનો 3જો સૌથી મોટો કેસ માત્ર 2 પોલીસ કર્મીની સજાગતાથી ઉકેલાયો આ પણ વાંચો -મહારાષ્ટ્રમાં દ્વિમુખી સાપ સાથે એક ઈસમની ધરપકડ