શહેરમાં આવેલા જોધપુર વિસ્તારમાં રાઠી હોસ્પિટલ પાસે શનિવારે મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં અંગત અદાવતને લઈને આકાશ નામના શખ્સ દ્વારા જશવંત નામના યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આકાશ ગાડીમાં બેસીને ફરાર થઈ ગયો હતો.
અમદાવાદમાં અંગત અદાવતને લઈ ખુલ્લેઆમ કર્યું ફાયરિંગ - gujaratinews
અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે જ ગુનેગારો પણ બેફામ બની રહ્યાં છે. જેનો એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. શહેરમાં આવેલા જોધપુર વિસ્તારમાં ગાડીમાં આવેલા શખ્સ દ્વારા 2 વ્યક્તિ પર ખુલ્લેઆમ બેફામ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ શખ્સ ફાયરિંગ કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદ નોંધીને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં અંગત અદાવતને લઈને ખુલ્લેઆમ કર્યું ફાયરિંગ
આ ઘટનાને કારણે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.