અમદાવાદ: મુંબઈથી આવેલો એક શાર્પશૂટર અમદાવાદમાં ભાજપ નેતા હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની બાતમી ATSને મળી હતી. જેના આધારે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાર્પશૂટરને પકડવા ગઈ હતી, ત્યારે શાર્પશૂટરે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના રીલીફ રોડ પર આવેલી એક હોટલમાં મુંબઈથી આવેલ શાર્પશૂટર રોકાયો હતો. જે ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચ અને ATSની ટીમ રીલીફ રોડ પહોંચી હતી. જેમાં ATSના DIG હિમાંશુ શુક્લા અને ક્રાઈમ બ્રાન્ચના DCP દીપાન ભદ્રન પણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા.