આરોપી આકાશ પરમારે થોડા દિવસો અગાઉ અમદાવાદના હાઇપ્રોફાઇલ એવા સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાનુ સામે આવ્યું હતું. આરોપી આકાશ પરમાર નામના શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું.
અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો
અમદાવાદઃ હાઇપ્રોફાઇલ સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી હતી. આકાશ પરમાર નામના એક શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કરતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આકાશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ફાયરિંગ બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ફાયરિંગની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલા ઝોન-7ના ડીસીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, એક ફોર વ્હીલર ગાડી આવી હતી. તેમાંથી ઉતરેલા એક વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ભાગી ગયા હતા.આરોપી હથિયાર દાણીલીમડામાંથી લાવ્યો હતો તેવુ સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ પોલીસે હથિયાર અંગે હાલ કોઈ પુષ્ટિ કરી નથી. તપાસમાં સામે આવ્યું હતું કે, જૂની અદાવતને લઈને વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું. જો કે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે આરોપી આકાશ પરમારના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો. ફાયરિંગ બાદ કોણે કોણે સાથ આપ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.