ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ, પોલીસ તંત્ર થયું દોડતું - માધુપુરા પોલીસ સ્ટેશન

શહેરમાં ગુંડા તત્વોએ માથુ ઉચક્યુ છે અને એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત પોલીસ પર પણ સવાલ ઉભા થયા છે. જ્યાં શાહપુરમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં પથ્થરમારો થયો હતો અને મામલો થાળે પાડ્યો હતો ત્યાં દિલ્હી દરવાજા પાસે એક ફાયરિંગની ઘટના સામે આવી હતી. જ્યાં કિન્નરો વચ્ચેની ગેંગવોરમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ, પોલીસ તંત્ર થયું દોડતું
અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ, પોલીસ તંત્ર થયું દોડતું

By

Published : Jun 26, 2020, 5:54 AM IST

અમદાવાદ : શહેરમાં ગુંડા તત્વોનું જાણે રાજ ચાલી રહ્યું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. કારણકે અમદાવાદની સુરક્ષા અને સલામતી કરતી પોલીસ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યાં શાહપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે મામલો માળ થાળે પાડ્યો, તો ત્યાં જ દિલ્હી દરવાજા પાસે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જ્યાં કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે નીતૂ દે નામના કિન્નરની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવના દે અને નીતુ દેની કિન્નર ગેંગ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી રૂપિયા ઉઘરાવવાની બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં આજે ગુરૂવારની રાત્રે દિલ્હી દરવાજા પાસે કિન્નર નીતુ દેએ ફાયરિંગ કર્યું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચે નીતુ દેની અટકાયત કરી છે. નીતુ દે અને ભાવના દેની ગેંગ વચ્ચે ચાલતી દુશ્મનાવટ મામલે સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયા છે.

દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ
આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI આર.જે.ચુડાસમાએ જણાવ્યું કે, અમને ફાયરિંગનો મેસેજ મળ્યો હતો. જેની તપાસમાં કિન્નરોની ગેંગ વચ્ચે ચાલતી ગેંગવોરમાં ફાયરિંગ થયાની વિગતો ખુલી છે.
કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ
ઉલ્લેખનિય છે કે અગાઉ શાહપુરના ખાનપુર પાસે ભરડીયા વાસ પાસે બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. જ્યાં પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે હજુ પોલીસ રાહતનો શ્વાસ લે ત્યાં દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ થયાનો મેસેજ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. જેના પરથી અમદાવાદની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details