ગુજરાત

gujarat

ETV Bharat / state

Firecrackers featuring PM Modi's Picture: ગુજરાતના બજારોમાં 'મોદી' છાપ ફટકડાની બોલબાલા - મોટર

અમદાવાદના ફટકડા બજારમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. કોવિડ બાદ આ તેજી આસમાને જોવા મળી રહી છે. રાયપુરનું ફટાકડા બજાર અત્યારે મોદી છાપ ફટકાડાથી ઉભરાયું છે. વાંચો મોદી છાપ ફટાકડાની બોલબાલા વિશે વિગતવાર

ગુજરાતના બજારોમાં 'મોદી' છાપ ફટકડાની બોલબાલા
ગુજરાતના બજારોમાં 'મોદી' છાપ ફટકડાની બોલબાલા

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 10:34 AM IST

અમદાવાદઃ દિવાળી નજીક આવતા જ અમદાવાદની ફટાકડા બજાર ધમધમી ઉઠી છે. ગ્રાહકો ફટાકડા ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. અમદાવાદનું રાયપુર ફટાકડા બજાર સૌથી વિશાળ અને સૌથી જૂનું બજાર છે. આ બજારમાં વિવિધતા સભર ફટાકડા વેચાઈ રહ્યા છે. જેમાં મોદીના ફોટો હોય તેવા ફટાકડાનો પણ સમાવેશ થાય છે. મોદીના નામ અને ફોટોવાળા ફટાકડા ગ્રાહકોમાં બહુ લોકપ્રિય થઈ રહ્યા છે.

ફટાકડા વેચતા એક દુકાનદાર જણાવે છે કે આપણા વડા પ્રધાન બહુ લોકપ્રિય છે. તેથી અમે ખાસ 'સુપર ડિલક્સ 555 મોદી બોમ્બ' તૈયાર કરાવ્યા છે. આ ફટાકડાના બોક્સ પર ગરવી ગુજરાત સ્લોગન પણ જોવા મળે છે. 'સુપર ડિલક્સ 555 મોદી બોમ્બ'નું અત્યારે ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ બોમ્બ ગ્રાહકોની પહેલી પસંદ બની રહ્યા છે. ગ્રાહકો આ બોમ્બ મોંમાંગી કિંમત આપીને પણ ખરીદી રહ્યા છે.

ફટાકડા ખરીદનાર મહેશ સોની જણાવે છે કે, આ બજારમાં ફટાકડાની બહુ વેરાયટી છે. મેં અહીં મોદી બ્રાન્ડના ફટાકડા પણ જોયા. જે મને જોતા જ પસંદ આવી ગયા. મેં એકસાથે મોદી બ્રાન્ડ બોમ્બના 10 પેકેટ ખરીદી લીધા છે. આ ઉરાંત મેં નાઝી બોમ્બ, ચકરડી, તારામંડળ જેવા અનેક ફટાકડાની ખરીદી કરી છે. હું છેલ્લા 5 વર્ષથી આ બજારમાં ફટાકડાની ખરીદી કરું છું. મહેશ સોની સિવાય બીજા ગ્રાહકો પણ મોદી બ્રાન્ડના બોમ્બની ધૂમ ખરીદી કરી રહ્યા છે. મોદી નામના ફટાકડા અત્યારે સૌથી વધુ વેચાઈ રહ્યા છે.

રાયપુર ફટાકડા બજારમાં મોદી બોમ્બની સાથે ડ્રોન બોમ્બ, હેલિકોપ્ટર ફટકાડા, ડક ટેટા, ડેટોનેટર ગન વગેરે જેવા ફટાકડાની વેરાયટી જોવા મળે છે. ગ્રાહકો પણ આ ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ જણાવે છે કે કોવિડ બાદ આવેલ આ સૌથી મોટી તેજી છે.

  1. ફટાકડામાં મોંઘવારી છતાં, લોકોમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
  2. પોરબંદરની ફટાકડા બજારમાં સુગંધ ફેલાવતા ખુશ્બૂદાર ફટાકડા આવ્યા

ABOUT THE AUTHOR

...view details