ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં ફાયર સેફ્ટી મુદ્દે NOC મેળવવાની પ્રક્રિયા સરળ બનાવાઈ - ahmedabad

અમદાવાદ: રાજ્યભરમાં સેફ્ટીનાં મુદ્દે ઘણી નિષ્કાળજી સામે આવી છે. જેથી સેફ્ટી સાધનો મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. હવેથી સ્થળ પર જ NOC આપવામાં આવશે. AMC દ્વારા અત્યાર સુધીમાં 350 કલાસિસોને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અપાયા છે.

ફાયર સેફ્ટી માટે હવે સ્થળ પર જ NOC અપાશે

By

Published : Jun 5, 2019, 2:33 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લો અને હાઈરાઇઝ બિલ્ડીંગમાં ચાલતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનલ, કોલેજ, સ્કૂલ જેવી શૈક્ષણિક ઇત્તર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓની ફાયર સેફ્ટી મુદ્દે બે ફોર્મ બહાર પાડ્યા છે. આ ફોર્મ ભર્યા બાદ ફાયર વિભાગ ચેકિંગ કરીને NOC આપશે. જો કે તેમાં થતી તમામ દુર્ઘટના માટેની જવાબદાર NOC માંગનારની રહેશે. જો NOC મળી ગઈ હોય અને તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય છતાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી AMC ની રહેશે નહીં.

રાજ્યમાં ફાયર સેફ્ટી મુદ્દે NOC મેળવવાની પ્રક્રિયા સરળ બનાવાઈ

સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક નિયમોનુ પાલન કરાવવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે. જેને પગલે અમદાવાદમાં 350 ક્લાસીસને ફાયર NOC આપવામાં આવી છે. હવે સ્થળ ઉપર જ અને બને એટલી વહેલી NOC આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીની NOC માટે અત્યાર સુધીમાં AMCને 2084 અરજીઓ મળી છે. જેમાંથી 350 અરજીઓ મંજૂર કરાઈ છે. આ તમામ અરજીઓનો 4 થી 5 દિવસમાં નિકાલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details