અમદાવાદઃ મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે, શહેરમાં વરસાદ પડતાં શોર્ટ સર્કિટની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેના કારણ સામન્યથી મોટી આગના પણ બનાવો બની રહ્યા છે. આવો જ એક બનાવ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક ચાર રસ્તા પાસે બન્યો છે. જૈન ડેરીની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે ડેરીમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો છે.
અમદાવાદઃ સ્વસ્તિક ચાર રસ્તા પાસેની જૈન ડેરીમાં લાગી ભીષણ આગ - ઇટીવી ભારત
અમદાવાદ શહેરમાં વરસાદના કારણ શોર્ટ સર્કિટ થવાથી અનેક જગ્યાએ આગ લાગવાની નાની મોટી ઘટનાઓ સામે આવી રહી છે. મોડી રાત્રે નવરંગપુરામાં આવેલા સ્વસ્તિક ચાર રસ્તા પાસે જૈન ડેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આગ લાગવાને કારણે દુકાનનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા જ ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવી પહોંચી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.
ફાયર બ્રિગેડના અધિકારી રાજેશ ભટ્ટની ઇટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ડેરીમાં ફ્રીજ તથા અન્ય પ્લાસ્ટિક બેગ વધારે હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ફાયર બ્રિગેડને આગની જાણ થતા જ 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારે હવે ફાયર સેફટી હતી કે, નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.