ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં આગના અધધ બનાવો, માત્ર 17 દિવસમાં 127 વખત આગની ઝપેટમાં - INCIDENTS OF FIRE

અમદાવાદ: ગરમીની શરૂઆત થતાં જ શહેરમાં આગના બનાવો વધ્યા છે. છેલ્લા 17 દિવસમાં ફાયર વિભાગને આગ માટેના 127 કોલ મળ્યા છે, જ્યારે રેસ્ક્યુ માટેના 184 કોલ મળ્યા છે. ગરમીને કારણે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 7:44 PM IST

વર્ષ 2018-19 દરમિયાન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝને આગના કુલ 2,254 કોલ મળ્યા હતા. ગરમીની ઋતુમાં આગના બનાવોમાં સરેરાશ 20થી 30 ટકા જેટલો વધારો જોવા મળે છે. હજુ તો ગરમીની શરૂઆત છે ત્યારે 1 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ફાયરની ઇમરજન્સી સર્વિસને 127 આગના કોલ મળ્યા હતા, જ્યારે રેસ્ક્યુ માટેના 184 કોલ મળ્યા હતા.

અમદાવાદમાં આગના અધધ બનાવો, માત્ર 17 દિવસમાં 127 વખત આગની ઝપેટમાં
ફાયર ઓફિસરના જણાવ્યાં અનુસાર, ગરમીના સમયમાં ઇલેક્ટ્રિકના બે છેડા ગરમીના કારણે પીગળી જતા હોય છે અને વાયરની અંદરનો કોપર અને એલ્યુમિનિયમ વાયર લીક થવાને કારણે શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગતી હોય છે. આગથી બચવા વાહનોમાં ગેસ લીકેજ અને ગેસ સીલ ચેક કરાવવું જોઈએ. વાયરિંગના છેડા બંને બાજુથી વ્યવસ્થિત ફિટ કરાવવા અથવા શક્ય હોય તો વાયરિંગ બદલાવી લેવું જોઈએ. તેમજ વાહનોમાં ઓઇલ પણ લીકેજ ન થતું હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આવી વિવિધ તકેદારી રાખવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.અમદાવાદ ફાયર વિભાગ પાસે વર્તમાનમાં આગ અને અન્ય રેસ્ક્યુના બનાવો માટે 16 ફાયર સ્ટેશન કાર્યરત છે અને 16 ફાયર સ્ટેશનોમાં કુલ 550 ફાયર ફાયટરો પણ 24×7 કામ કરવા માટે તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details