ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ જુહાપુરામાં આગની ઘટના , 15 દુકાનોમાં નુકસાન - Ahmedabad news

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી આગની ઘટનાઓ સતત બનતી રહી છે. ત્યારે રવિવારે વહેલી સવારે જુહાપુરા વિસ્તારમાં પણ આગ લાગી હતી. જેમાં 8 જેટલી દુકાનોમાં આગના કારણે માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અમદાવાદ જુહાપુરામાં આગની ઘટના , 15 દુકાનોમાં નુકસાન
અમદાવાદ જુહાપુરામાં આગની ઘટના , 15 દુકાનોમાં નુકસાન

By

Published : Jan 24, 2021, 12:53 PM IST

  • જુહાપુરા વિસ્તારમાં વહેલી સવારે લાગી આગ
  • આગની ઘટનામાં 15 દુકાનોમાં નુકસાન
  • કોઈ જાનહાની સર્જાઈ નહોતી

અમદાવાદ : શહેરના જુહાપુરા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે 8 થી વધુ દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આગની ઘટનાને કાબુ મેળવાયો હતો. જોકે, મહત્વનું છે કે, આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ સદનસીબે આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.

અમદાવાદ જુહાપુરામાં આગની ઘટના , 15 દુકાનોમાં નુકસાન

15 દુકાનમાં સમાન બળીને ખાખ

જુહાપુરા વિસ્તારમાં આગ એટલી ભયંકર લાગી હતી કે, એકસાથે 15 દુકાનોને પોતાની ઝપેટમાં લઇ લીધી. વહેલી સવારે લાગેલી હોવાના કારણે કોઈપણ જાનહાની સર્જાઈ ન હતી. ફક્ત માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details