અમદાવાદઃ શહેરની પાસે આવેલી સાણંદ GIDCમાં સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગી છે. આગ ઓલવવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડને કૉલ મળતાં 27 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. કંપનીને આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
સાણંદ GIDCમાં સેનેટરી પેડ બનાવતા પ્લાન્ટમાં વિકરાળ આગ, કોઇ જાનહાની નહીં
અમદાવાદની પાસે આવેલી સાણંદ GIDCમાં સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગી છે. આગ ઓલવવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડને કૉલ મળતાં 27 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. કંપનીને આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આ ઘટનામાં કોઇપણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
સાણંદ જીઆઈડીસીમાં આવેલી સેનેટરી પેડ બનાવતી યુનિચાર્મ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડને કૉલ મળતાં સાણંદ ફાયર ફાયટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને અમદાવાદ ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આગ પર કાબુ મેળવવાં પહોંચી હતી. તેમજ લોકલ પાણીના ટેન્કર પણ કંપની પર પહોંચી ગયા હતા. જોકે આગનું વિકરાળ સ્વરૂપ હોવાથી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો.
ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ સેનેટરી પેડ બનાવતી મોટી કંપની હતી, જેથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાણંદના નેનો પ્લાન્ટની પાછળના ભાગે યુનિચાર્મ કંપની આવેલી છે. છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ છે.