ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવાયો - Fire in hospital

અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારની સમર્પણ હોસ્પિલમાં આગ લાગી હતી. આ ઘટનાના પગલે ફાયર ફાઇટરની 3 જેટલી ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવાયો છે. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી.

fire in samrapan hospital

By

Published : Jul 30, 2019, 2:44 PM IST

Updated : Jul 30, 2019, 3:05 PM IST

રાજ્યમાં આગની ઘટનાએ જાણે જોર પકડ્યું હોય તેમ મંગળવારના રોજ અમદાવાદના થલતેજ વિસ્તારની સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે.

મળતી માહિતી અનુસાર વીજળીના મિટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

અમદાવાદની સમર્પણ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
Last Updated : Jul 30, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details