અમદાવાદના આનંદનગર ચાર રસ્તા ખાતેના દેવ ઓરમ બિલ્ડિંગની ઈલેક્ટ્રિક ડક્ટમાં ઓવરલોડિંગથી આગ લાગી હતી. આગને પગલે ધુમાડો ચોથા માળ સુધી ફેલાતા 50થી વધુ લોકો ફસાયા હતા. આ ઘટનાને લઈને AMCની એસ્ટેટ શાખાએ આ કોમ્પલેક્સના 3 ટાવરને સીલ કરી દીધાં હતા.
અમદાવાદમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ જાગ્યું, પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડિંગ કરી સીલ - ANAND NAGAR
અમદાવાદ: આનંદનગર ચાર રસ્તા પાસે આવેલા દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં આગના બનાવને લઈને કોમ્પ્લેક્સની 280 દુકાનો અને ઓફિસ AMC દ્વારા સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના નોર્મસ પ્રમાણે, આ ટાવરમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાના કારણે દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે.

aag
અમદાવાદ: આગ લાગ્યા બાદ ફાયર વિભાગ જાગ્યું, પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડિંગ કરી સિલ
બિલ્ડિંગને સીલ કરતી વખતે એક ટાવરમાં આવેલી રેસ્ટોરન્ટમાં અંદર રહેલા કર્મચારીઓને પણ બંધ કરી દીધા હતા. મુખ્ય સ્ટેર પરનો ખુલ્લો ભાગ બંધ કરી દેવાતા ધુમાડો બહાર જવાની જગ્યા રહી ન હતી. હાલ કોર્પોરેશને આ કોમ્પ્લેક્સ સિવાયના બીજા અલગ અલગ વિસ્તારના બિલ્ડીંગમાં ફાયર સેફટીને લઈને ચેકીંગ હાથ ધર્યું છે.