ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ફાયર વિભાગના કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવીને કરશે દિવાળીની ઉજવણી

અમદાવાદઃ દિવાળી એટલે કલરોનો તહેવાર. દિવાળી હોય અને લોકો ફટાકડા ફોડવાનું કેમ ચુકે? ખાસ તો ગુજરાતીઓ દિવાળીમાં ફટાકડા અને રંગોળી વિના ઉજવતા નથી. ફટાકડા ફોડતી વખતે ઘણી વખત લોકો એટલા મશગુલ થઈ જાય છે કે ફટાકડાના કારણે ક્યારે આગ લાગી જાય તે જાણતા નથી, ત્યારે આગ પર કાબુ મેળવનાર ફાયર ફાઈટર માટે દિવાળીએ એલર્ટનો તહેવાર થઈ જાય છે. એટલા માટે જ અમદાવાદમાં ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે.

By

Published : Oct 26, 2019, 8:29 PM IST

અમદાવાદમાં ફાયર વિભાગના કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવીને કરશે દિવાળીની ઉજવણી

દિવાળી દરમિયાન કોઈ આગની ઘટના બને જેના કારણે કોઈ નુકસાન કે જાનહાનીના સર્જાય તે માટે ફાયર વિભાગ 24 કલાક ખડેપગે રહેશે. અમદાવાદમાં ફાયર વિભાગના કર્મચારીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી છે. દિવાળીના પર્વમાં ફાયર વિભાગના કર્મચારીઓ પરિવાર સાથે નહીં પરંતુ, આગ કે અન્ય કોઈ ઘટનામાં લોકોની સેવા, જાનહાની અટકાવવા તથા નુકસાન અટકાવીને દિવાળી ઉજવશે.

અમદાવાદમાં ફાયર વિભાગના કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવીને કરશે દિવાળીની ઉજવણી

ફાયર વિભાગ દ્વારા રાખવામાં આવનાર તકેદારીના પગલાં

  • ફટાકડા બનાવનાર, સંગ્રહાક અને વેંચાનરને ત્યાં મોનીટરીંગ
  • લાયસન્સ આપેલ દુકાનનું સતત ચેકીંગ
  • તમામ જગ્યાઓ પર ફાયર સેફટીની ચકાસણી
  • 24 કલાક એલર્ટ પર
  • આગનો કોલ મળતા બનાવના સ્થળે જલ્દીથી જલ્દી રવાના
  • આગની પરિસ્થતિમાં જાનહાની કે નુકસાન અટકાવવાના પ્રયત્નો

લોકોએ રાખવાની તકેદારી

  • બાળકોએ એકલા ફટાકડા ન ફોડવા
  • વડીલોએ બાળકો સાથે રહેવું
  • પુરેપુરા અને કોટનના કપડાં પહેરવા
  • સારી ગુણવત્તા વાળા ફટાકડા ખરીદવા
  • ફટાકડા આડી-અવડી રીતે ન ફોડવા
  • ફટાકડા ફોડતી વખતે રેતી તથા પાણી બને તો સાથે રાખવું
  • ફટાકડાના સાધનોથી તાપણાં ન કરવા
  • ફટાકડા ફોડ્યા બાદ તે જગ્યા પર પાણી રેડી દેવું

ABOUT THE AUTHOR

...view details