ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના ન્યુ રાણીપમાં ગેસ લીકેજથી આગ, 1 વ્યક્તિ ઘાયલ - AHD

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં અદાણી ગેસ ટેસ્ટીંગ દરમિયાન લીકેજથી આગ લાગી હતી. જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થઇ હતો. આગ લાગવાને કારણે ફાયરની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 29, 2019, 1:28 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાં અદાણીના ગેસ ટેસ્ટીંગ દરમિયાન આગ લાગી હતી. જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો

આગની ઘટનાને પગલે રાણીપ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આગ લાગવાને કારણે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. સદનસીબે આગથી કોઈ મોટી જાનહાની થઇ નહોતી.

ABOUT THE AUTHOR

...view details