અમદાવાદ : શહેરમાં ગરમીનો પારો ઉંચકાતા જ આગજનીની ઘટનાઓ બનવા માંડી છે. ગરમીમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીઓમાં આગ લાગવાનું સામાન્ય રીતે બનતું હોય છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી રીગલ એસ્ટેટની એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગની ઘટના બની હતી. આ ફેક્ટરી પ્લાસ્ટિક બનાવવાનું અને ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે પ્લાસ્ટિક રિસાઇકલિંગનું કામ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અમદાવાદમાં રખિયાલની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી આગ
ગરમીમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીઓમાં આગ લાગવાનું સામાન્ય રીતે બનતું હોય છે. આજે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી રીગલ એસ્ટેટની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગની ઘટના બની હતી.
આશ્ચર્યજનકની વાત તો એ છે કે લૉકડાઉન હોવા છતાં પણ અહીંયા આગ શા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આગ ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ કે પછી ગરમીમાં અમુક વખત જ્વલનશીલ મટીરીયલના સંપર્કમાં આવતાં લાગી શકે છે. આ પહેલા ફાયર વિભાગ દ્વારા ફાયરની 4 ગાડીઓ આગ બુઝાવવા માટે મોકલવામાં આવી હતી. પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોવાથી આગ ઝડપથી કાબૂમાં આવી ન હોવાથી વધુ ત્રણ ગાડી મોકલવામાં આવી હતી.
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે જણાવ્યું હતું કે, આગ જ્યાં લાગી છે ત્યાં પહોંચવું શક્ય ન હોવાથી દરવાજો તોડીને આગને કાબૂમાં લેવામાં આવી જશે.