અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં નંદન ડેનિમ ફેકટરીમાં શનિવાર સાંજે અચાનક લાગી હતી. આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સંપૂર્ણ ફેક્ટરીને આગની ઝપટમાં આવી હતી. આગ લાગતા ફેકટરીના અંદર કામ કરતા 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા.
અમદાવાદની કાપડની ફેકટરીમાં ભીષણ આગ, 6ના મોત - પોલીસ
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાપડની ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા ફેકટરીના 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. આગ લાગ્યા બાદ ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદની કાપડની ફેકટરીમાં ભીષણ આગ, 4ના મોત
ફેક્ટરીમાં લાગેલી આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર 16 ગાડી અને ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો તથા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટર્સે આગ પર કાબુ મેળવવાની કવાયત શરૂ કરી હતી.
Last Updated : Feb 9, 2020, 9:59 AM IST