ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતમાં કેમ વધી રહી છે બાળકોમાં ડ્રગ્સ લેવાની ટેવ, જાણો - મુંબઈ ડ્રગ્સ

ભારતનો વારસો(Heritage of India) સદૈવ ગૌરવવંતો રહ્યો છે જેની પરિભાષા હંમેશા પ્રેમ, સ્નેહ, પરિવારિક સન્માનથી થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બદલાતી જતી જીવન શૈલી ઝડપથી આપણા કુટુંબીક માહોલ ઉપર અસર કરી રહી છે. જેની સૌથી મોટી અસર આપણા બાળકો ઉપર થઈ રહી છે. તેઓ પોતાની લાગણીઓનો સંતોષ એડિકશનમાં શોધી રહ્યા છે. આ એડિકશન કોઈ પણ પ્રકારનું હોઈ શકે. આવા જ એડિકશનમાં સૌથી ગંભીર છે ડ્રગ્સનું એડિકશન.!

ભારતમાં કેમ વધી રહી છે બાળકોમાં ડ્રગ્સ લેવાની ટેવ, જાણો
ભારતમાં કેમ વધી રહી છે બાળકોમાં ડ્રગ્સ લેવાની ટેવ, જાણો

By

Published : Oct 30, 2021, 8:03 PM IST

  • બાળકો નાની વયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે- સરકારી રિપોર્ટ
  • પારિવારિક માહોલ, અને સ્પર્ધાત્મક વાતાવરણ આ પાછળનું કરણ
  • કઈ રીતે ઓળખી શકાય કે બાળક ડ્રગ્સની લતમાં છે કે નહીં?

અમદાવાદઃ ઝડપથી દોડી રહેલા સમયને જો બે ઘડી થોભી, આપણી આસપાસ નજર નાખીશું તો ખબર પડશે કે મોટી સંખ્યામાં બાળકો ડ્રગ્સની લત(Drug addiction)માં સપડાઈ રહ્યા છે. વર્ષ 2019માં લોકસભામાં કેન્દ્રીય સામાજિક અને સશકિતકરણ મંત્રાલયે રજૂ કરેલા જવાબમાં ખુલાસો થયો હતો કે, ભારતભરમાં 30 લાખ જેટલા બાળકો ડ્રગ્સ લઇ રહ્યા છે. એક તરફ આવી ટેવોને કારણે બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ત્યારે આ આંકડો આપણા દેશના ભવિષ્ય માટે પણ એટલો જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ભારતમાં કેમ વધી રહી છે બાળકોમાં ડ્રગ્સ લેવાની ટેવ

અહીં, આપણે એ ન ભૂલવું જોઈએ કે, આજ બાળકો આવતીકાલે આપણા સમાજનું ભવિષ્ય છે. તેથી અહીં સૌથી અગત્યનું પગલું એ લેવાવું જોઈએ કે આપણી આસપાસ કોઈ બાળક આવી લતમાં આવ્યું હોય તો તેને મદદ કરવી. આ ભૂમિકા બાળકના માતાપિતા, શિક્ષકો, બાળકના નજીવો વધુ સારી રીતે નિભાવી શકે છે. પણ અહીં સવાલ એ છે કે કઈ રીતે ઓળખી શકાય કે બાળક ડ્રગ્સની લતમાં છે કે નહીં? આવા જ સવાલોના જવાબ મેળવીશું અમદાવાદના કાઉન્સિલર આશા વઘાસિયા પાસેથી. આશાબેન બાળકોની ટેવો, તેમના સર્વાંગી ઘડતર માટે માતાપિતાનું કાઉન્સિલીગ કરે છે.

કેમ બાળકો ડ્રગ્સ તરફ વળી રહ્યા છે?

કાઉન્સિલર આશા વઘાસિયાએ ETV ભારત સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, મોટા ભાગે બાળકોના ડ્રગ્સ તરફ વળવાના બે કારણો છે. પહેલું કારણ ટીન એજ એક કિશોર અવસ્થાનો એવો સમય છે કે જ્યાં બાળકોને કંઈક નવું કરવું ગમે, આવા સમયે તેવો જિજ્ઞાસા, તેમના સાથેના મિત્રો કે પરિવારમાં કોઈ ડ્રગ્સ લેતું હોય તો તેવો પણ તેની તરફ આકર્ષિત થઈ શકે છે. બીજું સૌથી મોટું કારણ છે બાળકો હાલના સ્પર્ધાત્મક વાતાવરણ, તેમના ભાઈ બહેન અથવા અન્ય બાળકો સાથે તેમની સરખામણી, માતા પિતા તરફથી બાળકોને સમય ન મળવો વગેરે જેવા પરિબળોથી બાળક આવી લતે ચડી શકે છે.

કઈ રીતે ઓળખવું કે બાળક ડ્રગ્સની લતમાં છે કે નહીં?

કાઉન્સિલર આશા વઘાસિયાનું કહેવું છે કે, બાળકોની સામાન્ય ટેવોથી માતાપિતા પરિચિત હોય છે. જો તેની ટેવોમાં કોઈ ફેરફાર થાય ઉદાહરણ તરીકે બાળક સામાન્ય સમય કરતા વધુ ઊંઘ લે, પારિવારિક માહોલથી દૂર થતું જાય, વાતચીત ન કરે, પોતાનામાં ખોવાયેલું રહે, ડ્રગ્સની ટેવ તરફ સંકેત કરે છે. બાળકમાં આવતા આવા ફેરફારથી માતાપિતાએ થોડું સતર્ક થવું જોઈએ.

બાળકના ડ્રગ્સ લેવાની જાણ થાય તો શું કરવું?

સામાન્ય રીતે બાળકના ડ્રગ્સ લેવાની જાણ થાય ત્યારે વડીલો તેના ઉપર ગુસ્સે થઈને તેને ઠપકો આપે છે. પણ આવું ન કરતા તેની સાથે વાતચીત કરવી જોઈએ. તેની મુશ્કેલી જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. તેની સાથે આત્મીયતા કેળવવી જોઈએ. તેનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરવો જોઈએ જેથી તે જ્યારે પણ મુશ્કેલી અનુભવે તે સૌથી પહેલા તમારી પાસે આવે. સારો માહોલ મળવાથી બાળકના ડ્રગ્સ તરફ વળવાના રસ્તાઓ મોટા ભાગે બંધ થઈ જશે.

આ પણ વાચોઃ બાળક દત્તક લેવા કરવી પડે છે આ પ્રક્રિયા, લાગશે એટલો સમય...

આ પણ વાચોઃ શિક્ષકનો નાના બાળક પર અત્યાચાર- પગ પકડીને બાલ્કનીમાંથી ઉંધો લટકાવ્યો, પોલીસે કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details