- અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા વિસ્તારમાં બનાવાસે
- નિર્માણમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ પણ કકરી શકાશે
અમદાવાદ: AMC દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિલીઝ મુજબ, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરની પાછળ સ્થિત 79,500 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવશે. તેના નિર્માણમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની બંને ટૂર્નામેન્ટનું અહીં આયોજન કરી શકાય છે. તેના નિર્માણ પાછળ અંદાજે 584 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.
સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નિર્માણ અંગે કરવામાં આવી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફેબ્રુઆરીમાં અમદાવાદના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નિર્માણ અંગે જાહેરાત કરી હતી. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ને વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.
આ ર્ટસ કોમ્પ્લેક્સમાં અન્ય સુવિધાઓ આપવામાં આવશે
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સ્પોર્ટ્સ એક્સેલન્સ સેન્ટર, ઇન્ડોર મલ્ટી-સ્પોર્ટ્સ એરિયા, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ એરિયા હશે. આ ઉપરાંત, તેમાં અન્ય ઘણી સુવિધાઓ પણ હશે.