ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇલેકટ્રોનિકની દુકાનમાં ભીષણ આગ, ફ્રીઓન ગેસના 70 બાટલા થયા બ્લાસ્ટ

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં લિટલ ફ્લાવર સ્કૂલ પાસે આમ્રકુંજ સોસાયટી નજીક આવેલી કુમાર રેફ્રિજરેટરની દુકાનમાં ફટાકડાના લીધે ભિષણ આગ ફાટી નીકળી (Massive fire in refrigerator shop) હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. એસી અને ફ્રીજનો સામાન હોવાના કારણે 50થી 70 ફ્રીઓન ગેસના નાના 70 બાટલા બ્લાસ્ટ થયા (70 bottles of freon gas blast ) હતા, જેથી આગ વધુ પ્રસરી હતી. આગને કારણે દુકાન આખી બળીને ખાખ થઈ ગઈ હતી.

By

Published : Oct 26, 2022, 10:41 PM IST

Etv Bharatઅમદાવાદમાં ઇલેકટ્રોનિકની દુકાનમાં ભીષણ આગ, ફ્રીઓન ગેસના 70 બાટલા બ્લાસ્ટ
Etv Bharatઅમદાવાદમાં ઇલેકટ્રોનિકની દુકાનમાં ભીષણ આગ, ફ્રીઓન ગેસના 70 બાટલા બ્લાસ્ટ

અમદાવાદ:નવા વર્ષના દિવસે વહેલી સવારે અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં લિટલ ફ્લાવર સ્કૂલ પાસે આમ્રકુંજ સોસાયટી નજીક આવેલી કુમાર રેફ્રિજરેટરની દુકાનમાં ફટાકડાના લીધે ભિષણ આગ ફાટી નીકળી (Massive fire in refrigerator shop) હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. એસી અને ફ્રીજનો સામાન હોવાના કારણે 50થી 70 ફ્રીઓન ગેસના નાના 70 બાટલા બ્લાસ્ટ થયા (70 bottles of freon gas blast)હતા, જેથી આગ વધુ પ્રસરી હતી. લાખો રૂપિયાનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાં જો 40kgના મોટા બાટલા સુધી આગ પહોંચી હોત તો ખૂબ જ મોટી જાનહાની સર્જાઈ હોત. જોકે, ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી મોટી ઘટના ટળી હતી.

2kgના જે 50થી 70 બાટલા બ્લાસ્ટ થયા:ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ કાંકરીયા વિસ્તારમાં આમ્રકુંજ સોસાયટી પાસે કુમાર રેફ્રિજરેટર નામની દુકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો. જેથી મણીનગર ફાયર સ્ટેશન અને આસપાસના ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. એસી અને ફ્રીજ હોવાના કારણે તેમાં ફ્રીઓન ગેસના બાટલા હતા. 40kgના 50 બાટલા હતા અને 2kgના જે 50થી 70 બાટલા બ્લાસ્ટ થયા (50 to 70 blast bottles of 2kg each) હતા. 25થી 30 ફાયર જવાનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાયા હતા. ફાયરબ્રિગેડની સમય સૂચકતાથી મોટા 50 બાટલાઓ બચાવી લેવાયા હતા.

આગને કાબુમાં કેવી રીતે કરી: એસી અને રેફ્રિજરેટરમાં ગેસ વપરાતો હતો જેથી ગેસને બહાર નીકળવા માટે વેન્ટિલેશનની જરૂર પડી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હથોડા વડે દીવાલ તોડી વેન્ટિલેશન કરવું પડ્યું હતું. દીવાલમાં બાકોરું કરી અને ત્યાંથી પાણી મારો ચલાવી આગને કાબુમાં લેવાની ફરજ પડી હતી. 2 લાખ લિટર પાણીનો ઉપયોગ કરી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details