- વિરમગામમાં પતંગોની દુકાનો અને સ્ટોલ પર મંદીનો માહોલ
- પતંગોની દુકાન અને સ્ટોલ પર ઘરાકીનો અભાવ
- કોરોના મહામારીની અસર તહેવારો પર જોવા મળી
વિરમગામઃ વિરમગામમાં પતંગોની દુકાનો અને સ્ટોલ પર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉતરાયણ પર્વને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. પરંતુ પતંગોની દુકાન અને સ્ટોલ ઉપર ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ અવનવી વેરાયટીની પતંગો અને દોરીઓનો સ્ટોક કર્યો છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની અસર તહેવારો પર જોવા મળી રહી છે. પરિણામે લોકોમાં નિરસતા હોય તેવું લાગી રહ્યું છે.
વિરમગામમાં પતંગોના સ્ટોલ પર મંદીનો માહોલ, વેપારીઓ ચિંતિત પતંગોની દુકાનો અને સ્ટોલ પર મંદીનો માહો
વિરમગામમાં પતંગની દુકાનો અને સ્ટોલ પર આ વખતે વેપારીઓએ અવનવી વેરાયટીના પતંગો, ફીરકી અને દોરાનો સ્ટોક કર્યો છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. પતંગ દોરાનું ઓછું વેચાણ થતા અને નહિવત ઘરાકીના હિસાબે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વેપારી ચિંતિત છે અને મંદીની અસર પતંગ માર્કેટ ઉપર જોવા મળી રહી છે.
પતંગોના વેપારીઓમાં જોવા મળી રહી છે નિરસતા
આ વખતે વેપારીઓ ચિંતિત છે, દુકાનોમાં ઘણો સ્ટોક ભર્યો છે પરંતુ ઘરાકીનો અભાવ છે. આ વખતે લોકોમાં ઉતરાયણ પર્વનો ઉત્સાહ દર વખતની જેવો જોવા મળ્યો નથી. જેના કારણે વેપારીને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.