ગુજરાત

gujarat

ETV Bharat / state

Female Sperm Donor Process: સ્ત્રી બીજ ડોનેટ કરવું કાયદેસર છે, અને કેટલીવાર કરી શકાય? - female sperm donor process

અમદાવાદમાં મોજશોખ માટે સ્ત્રી બીજ ડોનટ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. શું ખરેખર સ્ત્રી બીજ ડોનેટ કરી શકાય છે? સ્ત્રી બીજ ડોનેટ કરવાની બાબત કાયદાકીય રીતે છૂટ છે? સ્ત્રી બીજ ડોનેટ કરવા અંગે કોઈ મંજૂરીની જરૂર રહે છે કે કેમ? વાંચો ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ...

Female Sperm Donor Process: સ્ત્રી બીજ ડોનેટ કરવું કાયદેસર છે, અને કેટલીવાર કરી શકાય?
Female Sperm Donor Process: સ્ત્રી બીજ ડોનેટ કરવું કાયદેસર છે, અને કેટલીવાર કરી શકાય?

By

Published : Jan 18, 2023, 9:39 PM IST

અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં સ્ત્રી બીજ ડોનેટ કરીને પૈસા કમાવાની ઘટના બની છે. પતિએ સ્ત્રી બીજ ડોનેટ કરનાર પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જો કે, તેની સાથે ખોટુ આધાર કાર્ડ રજૂ કરીને પતિની ખોટી સહીઓ કરી અને રૂપિયા મેળવવા માટે સ્ત્રીબીજ ડોનટ કરવાની ફરિયાદ થઈ છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સ્ત્રી બીજ ડોનેટ કરવું કાયદેસર છેઃ ડૉકટર
નામ નહી લખવાની શરતે જાણીતા ગાયનોકોલોજીસ્ટ ડોકટરે જણાવ્યું હતું કે, સ્ત્રી બીજ ડોનટ કરવું 100 ટકા કાયદેસર છે. જૂના કાયદા પ્રમાણે પુખ્ત વયની સ્ત્રી હોય તો તે બીજ ડોનેટ કરી શકે છે, તે અનેક વાર સ્ત્રી બીજ ડોનેટ કરી શકે છે. પણ તાજતરમાં ART નવો કાયદો બન્યો છે, જેમાં સ્ત્રી એક જ વાર સ્ત્રી બીજ ડોનેટ કરી શકે છે, અને તેનો હેતુ પૈસા કમાવાનો ન હોઈ શકે. જો કે, આ નવા કાયદાનું અમલીકરણ ગુજરાતમાં થયું નથી.

IVF એટલે શું?I= IN= માં, V=Vitro= શરીરની બહાર, F=Fertilization=ફલીનીકરણ

લેબોરેટરીમાં કૃત્રિમ પ્રક્રિયા:જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજના ફલીનીકરણની પ્રક્રિયા શરીરની બહાર લેબોરેટરીમાં કૃત્રિમ રીતે કરવામાં આવે તે પ્રક્રિયાને IVF કહે છે. બેથી પાંચ દિવસ સુધી આ ગર્ભ શરીરની બહાર લેબોરેટરીમાં પુરતી કાળજીથી ઉછેરવામાં આવે છે અને ગર્ભ સફળ બને ત્યાર બાદ ગર્ભાશયમાં આધુનિક સાધનોથી નિષ્ણાત ડૉકટર દ્વારા મુકી સ્થાપિત કરવામાં આવે છે. પછી આ ગર્ભ માતાના ગર્ભાશયમાં કુદરતી રીતે વિકાસ પામે છે. તેને આઈવીએફ કે ટેસ્ટ ટ્યુબ બાળક માટેની સારવાર કહેવાય છે.

આ પણ વાંચો:મોજશોખ માટે સ્ત્રી બીજનું વેચાણ કરતી પત્ની સામે પતિની ફરિયાદ

સ્ત્રી બીજ ડોનેટ કરતાં પહેલાલોહીના રૂટિન ટેસ્ટ, તંદુરસ્તીનું પરીક્ષણ અને હોર્મોન ટેસ્ટ તેમજ ગર્ભાશનની કોથળીની અંદર દૂરબીનથી તપાસ કરાય છે. સ્ત્રીએ પાંચથી છ વાર તપાસ કરાવવા માટે હોસ્પિટલમાં આવવું પડે છે. એકવાર બીજ બહાર કાઢીએ ત્યારે અને બીજીવાર ગર્ભમાં પાછા મુકીએ ત્યારે ત્રણ ચાર કલાક માટે હોસ્પિટલમાં રોકવાવું પડે છે.

સ્ત્રી બીજ ડોનેટ કરવાની પ્રક્રિયા:સ્ત્રી બીજ દાન કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચની ગાઈડલાઈન પ્રમાણે સ્ત્રી બીજ દાનની પ્રક્રિયા ગેરકાયદેસર નથી. સ્ત્રીબીજ દાતાની ઉંમર 23 વર્ષથી નીચે હોવી જોઈએ નહી. સ્ત્રી બીજ દાનની પ્રક્રિયા પુરુષના સ્પર્મ ડોનેશન કરતાં કંઈક અલગ છે. તેને પુરા થતાં 12થી 14 દિવસનો સમય લાગે છે. યોગ્ય યુવતીની પસંદગી પછી તેના શરીરમાં આઠથી 10 ઈન્જેક્શન અપાય છે અને તેને મા બનવા ઈચ્છુક મહિલાના હોર્મોનના સ્તર સુધી લઈ જવાય છે. તેમજ પછી તેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details