ગુજરાત

gujarat

SVP હોસ્પિટલમાં 17908 દર્દીઓના ફીડબેક લેવાયા

By

Published : Sep 23, 2019, 10:01 PM IST

અમદાવાદઃ શહેરની વીએસ હોસ્પિટલના પાછળના ભાગે તૈયાર થઈને એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરીમાં કરવામાં આવ્યું હતું. રૂપિયા 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ કરતા પણ વધારે અત્યાધુનિક હોવાનું ગૌરવ દેવામાં આવ્યું છે, ત્યારે આ હોસ્પિટલ વિવાદોમાં સપડાયેલી જોવા મળી છે. થોડા દિવસ પહેલા જ વરસાદી સિઝનમાં પોપડા પડવાની ઘટના સામે આવી હતી. 2 ઓગસ્ટે SVP હોસ્પિટલની પીઓપી પડવાની ઘટના બની હતી તે સમયે પણ સ્ટેશનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી.

SVP હોસ્પિટલમાં 17908 દર્દીઓના ફીડબેક લેવાયા

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું કે, જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી કુલ 899 ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે એક્સરે 2407 જેટલા કરવામાં આવ્યા છે. તમને જણાવીએ કે, આખી હોસ્પિટલ પેપરલેસ કામ કરે છે અને બધું જ સોફ્ટવેર આધારિત છે. જૂનથી લઈને ઓગસ્ટ સુધી કુલ 17908 દર્દીઓના ફીડબેક લેવામાં આવ્યા હતા, જેમાં ઓવરઓલ એક્સપિરિયન્સ એક્સેલન્ટ મળ્યું છે.

SVP હોસ્પિટલમાં 17908 દર્દીઓના ફીડબેક લેવાયા

ABOUT THE AUTHOR

...view details