- ચૂંટણીની ઘેલછામાં લોકો ભૂલ્યા કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ
- સંક્રમણ વધશે તો કોરોના ઘાતક સાબિત થશે : મોના દેસાઈ
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા તબીબોની અપીલ
અમદાવાદ: રાજ્યમાં હવે કોરોનાના કેસ મહદ અંશે કાબૂમાં આવી ગયા છે. ત્યારે હવે ચૂંટણીની ખુશીમાં નેતાઓ કોરોના ગાઈડલાઈનના લીરે-લીરા ઉડાડતા જોવા મળે છે. આવી બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બની શકે છે. ત્યારે તબીબી આલમમાં ચૂંટણીને લઈને કોરોના સંક્રમણ વધે તેવી ભીતિ છે.
ચૂંટણીને લઈને કોરોના સંક્રમણ વધે તેવી તબીબોમાં ભીતિ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરે તો સ્થિતિ કાબૂમાં રહેશે
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મોના દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર અને તબીબોએ કોરોના કાળમાં ખૂબ જ મહેનત કરી છે. વિદેશમાં હજુ પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. જો આપણે બેદરકારી રાખીશું તો ફરી સંકમણ વધશે ત્યારે તબીબી આલમ દ્વારા લોકોને અપીલ છે કે, કોરોનામાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરે તો સ્થિતિ કાબુમાં રહેશે. અને જો સંક્રમણ વધશે તો ફરી કોરોના ઘાતક બનશે. ત્યારે પોલીસ પણ કેમ યોગ્ય રીતે કાર્યવાહી નથી કરતી તે પણ એક પ્રશ્ન છે. કારણ કે સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો તેની પાસેથી દંડ વસુલવામાં આવે છે પણ રાજકીય પાર્ટીની રેલીઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નથી થતું છતાં પણ પોલીસ મુકપ્રેક્ષક બની જોવે છે.