ગુજરાત

gujarat

ETV Bharat / state

GSEB Results 2022 : આ ટોપર વિદ્યાર્થીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી લીધો મહાબોધ, પિતા સિલાઇકામ કરે છે - Shrimad Bhagavad Gita

ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું (Gujarat Board 12th Result 2022)પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા અને સિલાઈ કામ કરતા ધવલના પિતાએ આજે ગર્વથી કહ્યું મારા દીકરાએ ધોરણ 12 બોર્ડમાં ટોપ કર્યું છે.

સિલાઈ કામ કરતા પિતાના દીકરાએ ધોરણ 12માં ટોપ કર્યું, કહ્યું ટોપ કરવા પછળનું કારણ શ્રીમદ્ ભગવદ્ ગીતા
સિલાઈ કામ કરતા પિતાના દીકરાએ ધોરણ 12માં ટોપ કર્યું, કહ્યું ટોપ કરવા પછળનું કારણ શ્રીમદ્ ભગવદ્ ગીતા

By

Published : Jun 4, 2022, 4:43 PM IST

અમદાવાદઃસમાજમાં એક એવી ભ્રાંત સમજણ છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ઘરડા થયા પછી વાંચવાનો ગ્રંથ છે. પરંતુ હકીકતમાં તો એમાં જીવનનું વાસ્તવિક દર્શન છે. તે જીવનની કળા શીખવે છે. આ વસ્તુ અમદાવાદના ઘીકાંટા પંચભાઈની પોળમાં રહેતા ધવલ વાળાએ સાબિત કરી બતાવ્યું છે. ધવલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો, જેનું આજે પરિણામ (GSEB HSC Results 2022)આવતા સૌ આશ્ચર્યચકિતથઈ ગયા હતા. ધવલનું પરિણામ 94.57 ટકા આવ્યું છે. જેની પાછળ મુખ્ય કારણ ભગવદ્ ગીતા રહેલી છે.

આ પણ વાંચોઃસારું પરિણામ મેળવવું હોય તો શું કરવું, વિદ્યાર્થીઓએ આપી સલાહ

બોર્ડમાં ટોપ કરવાના લક્ષ સાથે આગળ -ધવલના પિતા સિલાઈનું કામ કરે છે. જ્યારે માતા ઘરકામ કરે છે. ધવલએ આજે બોર્ડમાં ટોપ(GSEB HSC Results)કરતા તેની સાથેની વાતચીતમાં તેને જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ બોર્ડમાં ટોપ કરવાના લક્ષ સાથે આગળ વધી રહ્યા હતા. HBK સ્કૂલના શિક્ષકોએ પણ ખુબજ મદદ કરી હતી, તો બીજી તરફ ધવલ દરરોજ આશરે 15 કલાક જેટલો અભ્યાસ કરતો હતો, જેમાં તે સ્માર્ટ અને હાર્ડ વર્ક બન્ને પર ધ્યાન આપતો હતો. રાત્રે 1 વાગ્યા સુધી અને સવારે 4 વાગે ઉઠીને અભ્યાસ પર ધ્યાન આપતો હતો. જો કે ધવલનું વધુમાં કહેવું છે કે તેની બોર્ડની પરીક્ષાની સાથે સાથે તેના માતા પિતાએ પણ ખરા અર્થમાં ખૂબ જ મહેતન કરી છે. દિવસ અને રાત તેઓ સતત મારું ધ્યાન રાખતા હતા અને મને અભ્યાસમાં કોઈપણ અડચણ ન પડે તેની કાળજી લેતા હતા.

આ પણ વાંચોઃGSEB HSC Results 2022: સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ગુજરાતના આ જિલ્લાએ વગાડ્યો ડંકો

ટોપ કરવા પાછળ મહત્વનું છે શ્રીમદ્ ભગવદ્ ગીતા -ધવલના કહેવા પ્રમાણે તેનું બોર્ડમાં ટોપ કરવા પાછળનું સૌથી મહત્વનું કોઈ હોય તો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા રહેલી છે. ધવલ ધોરણ 12 બોર્ડના અભ્યાસની સાથે દરરોજ 1 કલાક ગીતા વાંચવાનું રાખતો હતો, જેની પાછળ તેની માતાએ તેને કોરોનાકાળમાં અને લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિમાં સુખ શાંતિ અને સલામતી બની રહે તેવા હેતુસર વાંચવા પ્રેરિત કર્યો હતો. જે બાદ ધવલને પોતાને જ ગીતાના અધ્યાયમાંથી અનેક ઘણી શક્તિઓ પ્રાપ્ત થતી નજરે પડી રહી હતી. જેથી તેને દરરોજ તેને વાંચવાનું શરૂ કર્યું હતું. જ્યારે ધવલ તેના બોર્ડમાં ટોપ કરવા પાછળ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું થયેલ અધ્યયન ખૂબજ પોઝિટિવ એનર્જી સાથે તેને આગળ લઈ ગયું હોવાનું તેનું માનવું છે.

ABOUT THE AUTHOR

...view details