ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, પિતાની ધરપકડ પુત્ર ફરાર

સુરતના પિતા પુત્ર વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા (Fraud businessman from Ahmedabad) હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અમદાવાદના વેપારીની ફરિયાદના આધારે 28 કરોડ કરતા વધુ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ (Ahmedabad Crime News) નોંધાવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ બોલાવતા પિતાની ધરપકડ થઈ છે. (pretext of giving tablets to students Fraud)

વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, પિતાની ધરપકડ પુત્ર ફરાર
વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, પિતાની ધરપકડ પુત્ર ફરાર

By

Published : Jan 13, 2023, 3:55 PM IST

સોફ્ટવેર ડેવલપમેન્ટના નામે 28 કરોડની છેતરપિંડી આચરનાર ઝડપાયો

અમદાવાદ : સોફ્ટવેર ડેવલપમેન્ટના નામે અમદાવાદના વેપારી સાથે 28 કરોડ 78 લાખની છેતરપિંડી કરનાર સુરતના પિતા પુત્ર સામે નોંધાયેલી ફરિયાદ મામલે આરોપી પિતાની ધરપકડ કરાઈ છે, જોકે ફરાર દીકરાને શોધવા સાયબર ક્રાઈમે ટીમો કામે લગાડી છે.

શું હતો સમગ્ર મામલો અમદાવાદ સાઇબર ક્રાઇમે આ મામલે ઠાકરશી ખેની નામના સુરતના વેપારીની ધરપકડ કરી છે. આરોપી અને તેના દીકરાએ અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી પ્રોસેસિંગ ફી પેટે 28,87,88720 રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. આરોપીઓ યશ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા. જેમાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.

સાયબર ક્રાઈમમાં ફરિયાદ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગત તેમજ IMEI નંબર અને IP એડ્રેસ મેળવી આરોપીની શોધખોળ કરતા ઠાકરશી ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ધરપકડ કરવામાં આવી છે. જોકે તેમનો પુત્ર હજુ પણ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોસરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યાં, બિન સચિવાલય પરીક્ષા ફ્રોડ

અલગ અલગ સ્કીમો બનાવી છેતરપિંડી સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, આરોપી પિતા પુત્ર વર્ષ 2016થી સોફ્ટવેર કંપની ચલાવે છે અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા, સ્ટુડન્ટોને ટેબલેટ આપવા, રોકાણમાં વધુ નફો આપવો, જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે. જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીઓએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે. જેથી કરી આરોપી વિરુદ્ધ વધુ ફરિયાદો થઈ શકે છે.

આ પણ વાંચોAhmedabad Crime: છેતરપીંડીના અનેક ગુનાનો નિકાલ, વેપારીઓને કરોડો રૂપિયા મળ્યા પરત

પોલીસનું નિવેદન આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા અલગ અલગ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં ખુલી છે. જેથી આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી સાવન ખેની પકડાય ત્યારે અનેક મોટા ઠગાઈના ખુલાસાઓ સામે આવશે. તેથી તેને પકડવા માટેની કામગીરી સાયબર ક્રાઇમે તેજ કરી છે.

ABOUT THE AUTHOR

...view details