ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યોજાયો ફેશન શૉ, CM રૂપાણીના પત્નીએ રહ્યા હાજર

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણી અનેક સામાજિક કાર્યક્રમમાં ભાગ લે છે, ત્યારે તેમની અધ્યક્ષતામાં અમદાવાદમાં એક ફેશન શૉ યોજાયો હતો. જેનો ઉદ્દેશ ખાસ નારી શક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હિતુ કનોડિયા પણ હાજર રહ્યા હતા.

etv bharat ahmedabad

By

Published : Sep 24, 2019, 12:11 PM IST

અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે મિસ, મિસ્ટર, મિસિસ આઇકોનીક પર્સનાલિટી માટેનો ફેશન શૉ યોજાયો હતો.આ શૉ માં મુખ્ય મહેમાન તરીકે અંજલિ રૂપાણી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ગુજરાતી અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયા તેમના પત્ની મોના થીબા સાથે ઉપસ્થિત રહ્યાં હતા. આ શૉમાં અલગ અલગ રાજ્યોના 32 લોકોએ ભાગ લીધો હતો.

અમદાવાદામાં CM રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો ફેશન શૉ

તમામ લોકોએ વિવિધ પોશાક પર રેમ્પ વૉક પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંજલિ રૂપાણી દ્વારા 5 નારી શક્તિ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. જેમાં 5 મહિલા કે જેઓ વિધવા મહિલા માટે કાર્ય કરે છે. ગીતાના પ્રચારક, પશુ-પક્ષીઓના જતન માટે કાર્ય કરે છે. તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details