અરજદાર ખેડૂતો વતી શુક્રવારે હાઈકોર્ટમાં રજુ કરાયેલા રિ-જોઈન્ડર એફિડેવિટ રજુઆત કરવામાં આવી છે કે ખેડૂતોની મૂળ જગ્યા પાસે આવેલી સરદાર સરોવર નિગમની જગ્યા ફાળવવામાં આવે. એટલું જ નહિ તેમને નોકરી અને જે સ્થાને પર્યટક સ્થળ વિકસાવવામાં આવશે ત્યાં નોકરી અને રોજગારીની તક આપવામાં આવે. સરકાર દ્વારા જે સોંગદનામું બહાર પાડી જે ઓફર આપવામાં આવી છે તે ખુબ જ જુની છે અને અગાઉ પણ આ પ્રકારની ઓફર આપવામાં આવી હતી.
સરકાર દ્વારા રજુ કરાયેલા સોંગદનામામાં ગ્રામજનોને બે વિકલ્પો આપ્યા છે. એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે તેટલી જ જમીન સરકાર આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા 7.5 લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવું તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર ના હોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: ખેડૂતોએ સરકારને જમીન આપવાની ઓફર ઠુકરાવી - government offer for statue of unity land
નર્મદાઃ જિલ્લાના કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પર્યટન સ્થળ વિકસાવવા માટે રાજ્ય સરકારે કરેલા જમીન સંપદાનને લઈને હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. દેસાઈની ખંડપીઠ સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોને રહેવા અને ખેતી માટે વૈકલ્પિક જમીન આપવાની તૈયારી બતાવી હતી, જોકે અરજદાર ખેડૂતો દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: ખેડૂતોએ સરકારની જમીન આપવાની ઓફર ઠુકરાવી
સરકારી પોલિસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન ઉપર જો તેઓ નું ઘર હોય તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે 100 સ્કવેર મીટરના પ્લોટમાં 25 સ્કવેર મીટર બાંધકામ કરી આપવું તથા આ રહેઠાણો ને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પુરા પાડવામાં આવશે.