ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2020, 1:08 PM IST

ETV Bharat / state

ગુજરાતી સિનેમાના પ્રખ્યાત દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ કલાકાર, અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતી સિનેમાના પ્રખ્યાત દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન
ગુજરાતી સિનેમાના પ્રખ્યાત દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન

  • કોરોના વાઇરસની મહામારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘાતક
  • અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું નિધન

અમદાવાદઃ નરેશ કનોડિયાના નિધનને હજી થોડા દિવસો જ થયા છે. ત્યારે એક બીજા દિગ્ગજ કલાકાર-દિગદર્શક અને ઘેઘુર અવાજનાં માલિકનું નિધન થતાં ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં રહેતા જાણીતા ફિલ્મ કલાકાર, અભિનેતા, દિગદર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુઃખદ નિધન થયું છે. જેના કારણે સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોતાના કોલેજનાં દિવસોથી જ નાટ્યક્ષેત્રે સક્રિય આશિષ કક્કડને અભિનયમાં ખુબ જ રસ હતો. એટલો જ રસ તેમને બેકસ્ટેજ અને લાઇટિંગ જેવા પ્રોડક્શનની નાનામાં નાની બાબતમાં ખુબ જ રસ હતો. તેમણે પોતાના જુવાનીના દિવસોમાં અનેક નાટકોમાં ખુબ સારો અભિનય આપ્યો હતો. તેમનો ઘેઘુર અવાજ આજે પણ અનેક જાહેરાતો અને સરકારી જાહેરાતોમાં ગુંજતો રહે છે. પોતાની એક શોર્ટ ફિલ્મ થકી તેમણે બોલિવૂડ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું અને તેમણે વિવિધ ગુજરાતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેટર હાફથી સમાંતર ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનારા આશિષ કક્કડ નાટક- ટીવી અને ફિલ્મો સહિત તમામ માધ્યમોમાં પોતાની પ્રતિભા દર્શાવી ચુક્યા છે. તેમનાં અવસાનના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતનાં નાટ્યકારો, અભિનેતા અને સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આશિષ કક્કડ તેમના દિકરાનો જન્મ દિવસ હોવાનાં કારણે અમદાવાદથી કલકત્તા ગયા હતા. 6 નવેમ્બરે તેઓ ગુજરાત પરત ફરવાના હતા. જો કે ઉંઘમાં જ તેમને હૃદયાઘાત આવતા તેમનું મોત નિપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details