ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના જાણીતા ડૉ. સુધીર શાહની 9000 પુસ્તકોની અનોખી લાઇબ્રેરી - Books

અમદાવાદઃ શહેરના જાણીતા ન્યુરોલોજીસ્ટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. સુધીર શાહ પાસે પોતાની આશરે ૯૦૦૦ પુસ્તકોની લાઇબ્રેરી છે. તદ્ઉપરાંત 2000 પુસ્તકોની મેડિકલ લાઇબ્રેરી તો અલગ જ છે. આ પુસ્તકોમાં ધર્મ, આધ્યાત્મ, વેદ ઉપનિષદ, ગીતા, બાઈબલ, કુરાન, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય અનેક પુસ્તકો હોવા ઉપરાંત તેમની પાસે કન્ટેમ્પરરી બુક્સ પણ ઘણી છે. તેમની લાઈબ્રેરીમાં રજનીશથી માંડીને અરવિંદો, થોડોથી માંડીને રસ્કિન, સ્કીમ, ટોલ્સ્ટોય, વિવેકાનંદને અને રમણ મહર્ષિ તેમ અનેક પ્રકારના વિપુલ સાહિત્યનો સમાવેશ આ લાઇબ્રેરીમાંથી મળી રહે છે.

ડૉ. સુધીર શાહ

By

Published : Apr 21, 2019, 3:29 AM IST

ડૉ. સુધીર શાહની આ લાઈબ્રેરીમાં ધ્યાન ઉપરના 250 પુસ્તકો, મૃત્યુ ઉપરના આશરે 25 પુસ્તકો, આયુર્વેદના 30 મોટા ગ્રંથો, જૈન ધર્મના આશરે 1000 પુસ્તકો આવેલા છે. ડૉ. સુધીર શાહના પરિવારમાં તેમના પત્ની ચેતનાબેન તથા બે દીકરીઓ પણ ડૉક્ટર છે., તે બધા દરરોજ નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે. તે લોકોનું માનવું છે કે, પુસ્તકોથી તેમનું ખૂબ ઘડતર થયું છે. તેમને પુસ્તકોમાંથી જીવન સંબંધી માર્ગદર્શન ખૂબ જ મળ્યું છે. તેમનું કહેવુ છે કે, આ માટે તેઓતેમના પિતા અને દાદાના તેઓ ઋણી છે કે, જેના લીધે તેમને વાંચનનો અને પુસ્તકોનો વારસો મળ્યો છે.

ડૉ. સુધીર શાહની 9000 પુસ્તકોની અનોખી લાઇબ્રેરી

પુસ્તકો તે જ મનુષ્યના સાચા મિત્રો છે માર્ગદર્શક છે અને ગુરુ સમાન છે. એક સારુ પુસ્તક આખા જીવનની દિશા બદલી શકે છે. ડૉક્ટર સુધીર બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ એક સારા વક્તા, ગાયક, સંગીતના જાણકાર અને એક સારા લેખક પણ છે. તેમણે 8 પુસ્તકો મેડિકલ ક્ષેત્રમાં લખ્યાં છે. એક પુસ્તક ધ્યાન ઉપર લખ્યું છે અને હવે એક પુસ્તક હેપીનેસ ઉપર લખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details