અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) રંગ બરાબરનો જામી ગયો છે. રાજકીય પાર્ટીઓએ (Gujarat Political News) પણ તમામ બેઠક પર ઉમેદવારોને ગોઠવી દીધા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ (Family Members Fight in Gujarat) વાત એ રહેશે કે, કેટલીક બેઠક પર પરિવાર સામે જ પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. તો આવી કેટલી બેઠક છે તેની પર એક નજર કરીએ.
અંકલેશ્વર બેઠકભરૂચની અંકલેશ્વર બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ (Ankleshwar BJP Ishwarsinh Patel) ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમની સામે કૉંગ્રેસે તેમના જ ભાઈ વિજય ઉર્ફે વલ્લભને ટિકીટ આપી છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપનો કબજો છે. જ્યારે વર્ષ 2002માં ઈશ્વરસિંહ પટેલે તેમના કાકા રતનજી પટેલને હરાવ્યા હતા. હવે આ બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ થશે.