ગુજરાત

gujarat

લો બોલો, ફેમિલી કોર્ટના જજની અરજી 11 મહિના બાદ હાઈકોર્ટમાં દાખલ થઈ

By

Published : Aug 8, 2019, 5:55 AM IST

અમદાવાદઃ સ્ટેનોગ્રાફર પાસેથી જજમેન્ટ લખાવી ચુકાદો આપવા મુદ્દે થયેલી નનામી અરજીના આધારે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની તપાસ બાદ અમદાવાદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ જે.એમ પરીખનો બે વર્ષ સુધીનો પગાર વધારો રદ કર્યો હતો. જેને પડકારતી રિટને લગભગ 11 મહિના બાદ બુધવારે એડમિટ કરવામાં આવી હતી. હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીના બે વર્ષ સુધી ઈન્ક્રિમેન્ટ ન આપવાના આદેશને પ્રિન્સિપાલ જજ દ્વારા સપ્ટેમ્બર 2018માં હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

હાઈકોર્ટ

હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ ચેમ્બર કમિટીની ભલામણના આધારે પ્રિન્સિપાલ જજ જ.એમ પરીખ વિરૂદ્ધ પગલા લીધા હતા જેમાં બે વર્ષ સુધી પગારમાં વધારો ન કરવાની કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. જજે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિના આદેશને હાઈકોર્ટમાં ગત સપ્ટેમ્બર 2018માં પડકાર્યો હતો. આ મામલે વધુ સુનાવણી અગામી 29મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ જજ પરીખ અગામી નવેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યાં છે.

પ્રિન્સિપાલ જજ પરીખ પર આક્ષેપ છે કે વર્ષ 2011-12માં જ્યારે તેઓ જુનાગઢના કોર્ટના ચીફ જજ હતા ત્યારે તેમણે પોતાના સ્ટેનોગ્રાફર પાસેથી જજમેન્ટ લખાવતા અને તેને વાંચી સંભળાવતા હતા અને તેને લઈને થયેલી નનામી અરજીના આધારે જજ વિરૂદ્ધ હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરીખ વિરૂદ્ધ ફરિયાદ અરજીમાં 4 અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા હતા જોકે સ્ટેડિંગ કમિટીએ તપાસમાં જજને સ્ટેનોગ્રાફર પાસે જજમેન્ટ લખાવી અને તેને વાંચવાના આરોપમાં દોષિત સાબિત કર્યા હતા. જજને કોઈ જ પ્રકારનો ઈન્ક્રિમેન્ટ ન આપવા મુદ્દે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જ્યારબાદ 27મી જુલાઈ 2017થી આદેશને અમલમાં મૂકાયો હતો. એટલું જ નહીં પરીખ જ્યારે જુનાગઢ સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ હતા ત્યારે તેમની વિરૂદ્ધ અનેક ફરિયાદ કરવામાં આવી હતી. સ્ટાફના અનેક કર્મચારીઓએ ટ્રાન્સફર અને વીઆરએસની માંગ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details