ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્ની તરફથી પતિ સામે ગેરકાયદે સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન: HC - ગુજરાત હાઇકોર્ટ

પત્ની તરફથી પતિ સામે ગેરકાયદે સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન (False allegation of illicit relationship by wife) છે તેવી ટકોર ગુજરાત હાઇકોર્ટે કરી છે. ગુજરાત હાઈકોર્ટે મહિલાને ઠપકો આપ્યો (Gujarat High Court reprimanded the woman) હતો. આ કેસમાં ફેમિલી કોર્ટે પતિને પત્નીથી છૂટાછેડા આપી દીધા (allegation of illicit relation amounts to cruelty) હતા. ફેમિલી કોર્ટના આદેશ સામે મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેને હવે હાઈકોર્ટે ફગાવી દીધી (appeal was dismissed by the High Court) છે.

Gujarat High Court reprimanded the woman
Gujarat High Court reprimanded the woman

By

Published : Dec 27, 2022, 12:12 PM IST

અમદાવાદ:પતિ અને પત્ની વચ્ચે સંસારિક જીવનમાં ઝઘડા તો થતા જ રહેતા હોય છે પરંતુ દર વખતના કેસમાં સ્ત્રી જ સાચી હોય એવું જરૂરી નથી હોતું અને એવો જ એક કે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે, જો કોઈ સ્ત્રી તેના પતિ પર ગેરકાયદે સંબંધનો ખોટો આરોપ મૂકે (False allegation of illicit relationship by wife) છે, તો તે પણ ક્રૂરતા સમાન (allegation of illicit relation amounts to cruelty) છે. એમ કહીને ગુજરાત હાઈકોર્ટે મહિલાને ઠપકો આપ્યો (Gujarat High Court reprimanded the woman) હતો. આ કેસમાં ફેમિલી કોર્ટે પતિને પત્નીથી છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ ફેમિલી કોર્ટના આ આદેશ સામે મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેને હવે હાઈકોર્ટે ફગાવી દીધી (appeal was dismissed by the High Court) છે.

શું હતો મામલો?:આ મામલો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના એક શાળાના શિક્ષકનો છે. કપલે 1993માં લગ્ન કર્યા હતા અને બંનેને 2006માં એક પુત્ર થયો હતો. ત્યાર બાદ ઝઘડા થવા લાગતા પતિએ 2009માં ગાંધીનગરમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિએ તેની પત્ની પર ત્યાગ અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો. પતિએ કોર્ટને જણાવ્યું હતું કે પત્ની 2006માં ઘર છોડીને ગઈ હતી અને પુત્ર સાથે પાછી ફરી નથી. પતિએ કહ્યું કે, તેની પત્નીએ FIR નોંધાવી છે કે મારા કલીગ સાથે લગ્નેતર સંબંધ છે. ત્યારબાદ આ સમગ્ર કેસ ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સમગ્ર કેસ ચાલતા ફેમિલી કોર્ટે 2014માં પતિના છૂટાછેડા મંજૂર કર્યા હતા.

આ પણ વાંચોઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

હાઇકોર્ટે મામલો ફગાવ્યો:ફેમિલી કોર્ટના આદેશ બાદ પત્નીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પત્ની દ્વારા એવો આરોપ લગાવ્યો કે તેના પતિએ તેને છોડી દીધી છે. જયારે બીજી બાજુ અરજદાર દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, તેનું ઘર જાતે જ છોડી દીધું હતું અને જ્યારે મે છૂટાછેડા માટે અરજી કરી ત્યારે તે પાછી ફરી હતી. પરંતુ તેણે તેમની સાથે અને તેમની વૃદ્ધ માતા સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને વારસાગત ઘર છોડીને ગાંધીનગરમાં રહેવા મજબૂર કર્યા. અત્યારે પુરુષ અને તેની માતા એવી જગ્યાએ રહે છે જ્યાં તેનું પોતાનું ઘર નથી અને છૂટાછેડા હોવા છતાં પુરુષના પૈતૃક ઘરમાં રહે છે. મહત્વનું છે કે આ સમગ્ર કેસ ફેમિલી કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં ફેમિલી કોર્ટે પતિને ફોજદારી કેસમાં નિર્દોષ છોડી મૂક્યો હતો અને ઘરેલુ હિંસા કાયદા હેઠળ પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને ફગાવી દીધી હતી.

આ પણ વાંચોISROના ઈન્ટર્નને ઈ-મેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

હાઇકોર્ટની ટકોર:આ સમગ્ર મામલે હાઈકોર્ટે અવલોકન કર્યુંતું કે પત્ની તરફથી પતિ સામે ગેરકાયદેસર સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન છે અને પતિને તે માટે ઊંડી વેદના,નિરાશા, તાણ અને હતાશા થવી સ્વાભાવિક છે. તેથી આ સમગ્ર પતિની વાત સાચી છે અને પત્ની પત્ની બળજબરીપૂર્વક પતિને કોઈ પણ સંબંધમાં બાંધી શકે નહીં તેથી અરજીને ફગાવવામાં આવે છે.

For All Latest Updates

TAGGED:

HC

ABOUT THE AUTHOR

...view details