અમદાવાદ: કોર્ટે ગુજરાત બહાર ન જવાની શરતે 10 હજારના પર્સનલ બોન્ડ પર આરોપી નિલેશ લાલીવાલાના જામીન મંજૂર કર્યા છે. પહેલા આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને રજૂ કરતા અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કોરોના મહામારી દરમિયાન નકલી દવા બનાવી તેને ટોસિલિઝૂમાબ બતાવનાર આશિષ શાહ, અક્ષય શાહ સહિત 5 આરોપીઓના કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓના રિમાન્ડ માટે રજૂ કરેલા કારણોમાં જણાવ્યું હતું કે, ક્યો આરોપી શું કરતો હતો, તેની ભૂમિકા શું હતી, આ ડ્રગ્સ ક્યાંથી લાવતા અને ક્યાં બનાવી, કોને કોને વેચવામાં આવ્યા, આ સમગ્ર પ્રકરણ પાછળ કોણ છે, તેની હાલ તપાસ બાકી હોવાથી સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે એવી માગ કરાઈ હતી.
નકલી ટોસિલિઝુમાબ દવા: મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા - Fake tosilizumab drug
કોરોના મહામારી દરમિયાન બનાવટી દવાને કોરોનાની સારવારમાં ઉપયોગથી ટોસિલિઝૂમાબ બતાવીને દર્દીઓના જીવ સાથે રમનારા ધરપકડ કરાયેલા આરોપી નીલેશ લાલીવાલાના અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.
![નકલી ટોસિલિઝુમાબ દવા: મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા નકલી ટોસિલિઝુમાબ દવા : મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:38:08:1596643688-gj-ahd-33-corona-fake-injection-court-e-jaamin-manjur-photostory-7204960-05082020213720-0508f-1596643640-157.jpg)
નકલી ટોસિલિઝુમાબ દવા : મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા
પકડાયેલા આરોપીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એવી ફરિયાદ દાખલ કરી છે કે, તેમણે કોરોના મહામારીને અટકાવવા માટે જે દવાઓનો હાલ કાયદેસર ઉપયોગ સરકારી અને બિન સરકારી દવાખાનામાં કરાઈ રહ્યું છે. તે દવાનો આરોપીઓએ ખોટી અને તદન બનાવટી દવા બનાવીને તેને 1.35 હજારમાં તેનું વેચાણ કરીને પોતાની આવક ઊભી કરી રહ્યા હતા.