અમદાવાદમાં નકલી PSI અસલી પોલીસના સકંજામાંથી ફરાર - crime news in ahmdabad
અમદાવાદઃ શહેરમાં નકલી પોલીસ બનીને ફરતા લોકોનો કિસ્સો હજુ યથાવત્ જ છે. હાલમાં જ સોલા બ્રિજ પાસે પોલીસની C ટીમ કાર્યરત હતી તે દરમિયાનમાં PSI હોવાની ઓળખ આપનાર ઈસમ પાસે આઈકાર્ડ માંગતા ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે સોલા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
gujarat police
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સોલાબ્રિજ પાસે C ટીમ મહિલા પોલીસકર્મી કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં એક ઍક્સેસ વાહન પર ઈસમ કમરમાં પિસ્તોલ લગાવીને ઉભો હતો. જેથી આ ઈસમ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા પોતે PSI હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેનું આઈકાર્ડ માંગતા તેની પાસે ન હતું જેથી ઈસમને પોલીસ સ્ટેશને આવવા જણાવ્યું હતું, પરંતુ ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ શખ્સનું ઍક્સેસ વાહન અને પિસ્તોલ કબ્જે કરી છે અને ઍક્સેસના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.