મળતી માહિતી મુજબ, વાડજ સર્કલ પર ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અખિલેશ યાદવ તિવારી ફરજ પર હતા. જે દરમિયાન એક ગાડી પસાર થઈ. જેના કાચ પર કાળા કલરની ફ્રેમ લાગી હતી. જેથી તેમણે ગાડી રોકીને ગાડીચલાકને મેમો આપવાનું કહ્યું હતું. મેમોની રકમથી બચવા ગાડી ચાલકે પોતાની ઓળખ એન.કે.દેસાઈ બતાવી ACBમાં કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે આઈકાર્ડ માગતા સિવિલ ડ્રેસમાં ફોટાવાળું ACBનું આઈકાર્ડ આપ્યું હતું. આરોપી પર ટ્રાફિક પોલીસ અખિલેશ તિવારીએ ઉલટ તપાસ કરી હતી. જેમાં આ નામનો કોઈ વ્યક્તિ ACBમાં ફરજ બજાવતો ન હોવાનું અને આઈકાર્ડ પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદ: ACBમાં ડ્રાઈવર હોવાની ઓળખ આપનાર નકલી પોલીસ કોન્ટેબલ ઝડપાયો - નક્લી પોલીસ કૉન્સ્ટેબર ઝડપાયો
અમદાવાદ: શહેરમાં પોલીસની ઓળખ આપીને લોકોને છેતરતા વ્યક્તિની ધરપકડ કરાઈ છે. વાડજ સર્કલ પાસે એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી લોકોને પોલીસ બની લોકોને છેતરી રહ્યો હતો. સોમવારે રાત્રે ટ્રાફિક પોલીસને શંકા જતા તેમણે વ્યક્તિની તપાસ હાથ ધરી હતી. જેમાં તે નકલી પોલીસ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં ACB પોલીસ કોન્સ્ટેબલની ઓળખ બતાવનાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપી વિરુદ્ધ IPCની 170,465,468,471 કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. તેમજ આરોપી ACBનું આઈકાર્ડ ક્યાંથી લાવ્યો અને કોની પાસે બનાવડાવ્યું તથા આ આઈકાર્ડનો ક્યાં ઉપયોગ કર્યુ છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Nov 19, 2019, 11:19 PM IST