અમદાવાદઃ શહેરના ખમાસા ચાર રસ્તાથી આઇ.પી.મિશન જવાના માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર કારંજ પોલીસના જવાનો પોતાની પ્રાઇવેટ ગાડી લઈને ઉભા હતા. ત્યારે જમાલપુરમાં રહેતો કુતબુદ્દીન નામનો વ્યક્તિ પોતાની બાઇક લઈને ત્યાં આવ્યો હતો અને કામ અર્થે પોલીસની ગાડી પાછળ પોતાની બાઈક મૂકી જતો રહ્યો હતો.
અમદાવાદમાં નકલી પોલીસનો રોફ અસલી પોલીસ સામે ભારે પડ્યો, યુવકની ધરપકડ
અમદાવાદ શહેરમાં ખમાસા ચાર રસ્તા પાસે નકલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાંરજ પોલીસના બે જવાનો પર પોતાનો રોફ જમાવનાર યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ બનાવને લઈ પોલીસે આરોપી સામે ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી છે.
તે સમયે પોલીસે પોતાની ગાડી રિવર્સ લેતા તેના બાઈકને ટક્કર લાગી હતી. ટક્કર વાગતા બાઈક ચાલકે આ પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી પોતાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તરીકે ઓળખ બતાવી હતી અને પૈસાની માંગણી કરી હતી. જો કે, કારંજ પોલીસે આ વાત સાંભળીને તેના પાસેથી આઇકાર્ડ માંગતા તે આઇકાર્ડ આપી શક્યો ન હતો અને બહાના કરવા લાગ્યો હતો. જેથી કારંજ પોલીસના બે જવાનોએ તેની સ્થળ પર જ ધરપકડ કરી ગાયકવાડ હવેલી પોલીસ મથકે લઈને આવ્યા હતા.
ગાયકવાડ હવેલી પોલીસે આ આરોપી સામે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.